________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે બન્ને પિતાપુત્ર પાષષશાળામાં શ્રીસિદ્ધસેનસૂરિને વન્દન કરવા ગયા અને વંદન કરીને કહ્યું–“ અમારા મનેાર્થરૂપ વૃક્ષ પહેલા આપના ઉપદેશરૂપી પાણીના સિંચનથી ઉગ્યા હતા, તે અત્યારે બિંબને મૂળ સ્થાને સ્થાપવાથી ફલેાન્મુખ થયા છે,હવે તેને પ્રતિષ્ઠાદિ કાર્યદ્વારા આપ સફળ કરેછેવકથી માંડી કલશ સુધી મુખ્ય પ્રાસાદના ઉદ્ધાર પરિપૂર્ણ થઇ ગયા છે. તેની દક્ષિણ બાજુએ અષ્ટાપદની આકૃતિવાળું ચેાવીશ તીર્થંકરયુક્ત ચૈત્ય પણ નવીન કરાવ્યું છે. ખલાનક મંડપનો ત્રિભુવન સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યા છે, તથા આદિજિનના પાછળના ભાગમાં વિહરમાન તીર્થંકરાનું નવું ચૈત્ય પણ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર લૈહુકે ચાર દેવકુલિકા ( નાના દેવમંદિર) અને જૈત્ર અને કૃષ્ણ નામે સંઘપતિએ જિનબિંબદ્ધિત આઠ દેવકુલિકા કરાવી છે. પૃથ્વૌભટના કીર્તિસ્તંભરૂપ કાટાકિટનું ચૈત્ય જે તુર્કીએ પાડી નાંખ્યું હતું, તેને હરિશ્ચન્દ્રના પુત્ર કેશવે ઉદ્ધાર કર્યો છે. એ સિવાય બીજા નાના મંદિરના જે જે ભાગ પડી ગયા કે નાદુરસ્ત હતેા તે સર્વ જુદા જુદા સંઘના માણસાએ સમરાગૈા છે. આ તીર્થ પૂર્વના જેવું થઇ ગયું છે કે જેને પૂર્વે ભંગ થયેા હતેા તેમ જણાતું નથી. હવે માત્ર કલશ અને ધ્વજદંડ ચઢાવવા તથા અદ્વૈત્કૃતિમાએની પ્રતિષ્ઠા કરાવવી બાકી છે ”. ઉત્તમ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે ત્યારે પ્રતિષ્ઠા કરવાનું ગુરુએ કહ્યું,
ઉદ્ધાર કાની
પૂર્ણાહુતિ,
ત્યાર પછી દેશલે પ્રતિષ્ઠાલગ્નના નિર્ણય કરવા માટે ઘણા આચાર્યાં, જ્યાતિર્વિદ્ બ્રાહ્મણ્ણા અને અગ્રણી શ્રાવકાને બાલાવ્યા અને તેને યાગ્ય આસને
પ્રતિષ્ઠાભગ્ન
બેસાડી પ્રતિષ્ઠા લગ્નના નિર્ણય કરવા વિનંતિ કરી. તે બધા શાસ્ત્રજ્ઞોએ મળી બધાની સંમતિથી નિર્દોષ એવું મુર્ખ નમી કર્યું. દેશલે મુખ્ય જયેાતિષિક પાસે કુંકુમપત્રિકા લખાવી
૨૩
For Private and Personal Use Only