________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. આવી મળે છે, તેથી માણસે તેને “સ્થલલાકૂલ સ્થળબંદર એવું બીજું નામ પણ આપે છે. વળી તે સ્થળે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું “ મલ્હાદનવિહાર ' નામનું દેરાસર છે, જે દેવોના ઘર જેવું સુંદર છે. ૬ એ નગરમાં જેટલાં દેવમંદિરો છે તે સર્વના ઉપર સુવર્ણના કાંગરાઓ આવી રહ્યા છે, તેથી એ નગરે જાણે મુકુટ પહેર્યા હોય એમ જણાય છે, તેમજ સુવર્ણના દાંડા તથા કળશની સ્વચ્છ ફેલાયલી કાંતિવડે પ્રાતઃકાળમાં લેકે, પોતાના નેત્રોનો પ્રકાશ ખલિત થઈ જવાને લીધે ઉંચે જોઈ શકતાં નથી. ૩ વળી તે નગરમાં આરતિના સમયે ઝાલરના ઝણઝણાટથી તિરસ્કાર પામેલો કળિકાળરૂપી શત્રુ એ નગરમાંથી દૂર નાસી જાય છે. ૪ ત્યાંની બજારો અગણિત કરી આણુઓથી એટલી બધી ભરપૂર છે, કે જેથી મનુષ્યો જ્યારે કંઈ ખરીદવા માટે નીકળે છે ત્યારે જુદી જુદી વસ્તુઓને જોઈને પિતાને ખરીદવાની વસ્તુ ખરેખર ભૂલી જાય છે. જેમ રોહણાચળ પર્વતમાં મણિઓ ઉત્પન્ન થાય છે તેમ, એ નગરમાં પણ ગુણવાન, દ્રવ્યથી ઉલાસવાળા અને મનુષ્યમાં અલંકાર જેવા સંધનાયક રૂપ મણિઓ ઉત્પન્ન થાય છે. ૬૬ અરે! બીજા વિશેષ કૌતુકનું તે શું વર્ણન કરવામાં આવે પણ તે નગરમાં સાધુઓ સકલત્ર ( એટલે વિરોધ પક્ષમાં સ્ત્રી સહિત અને વિરોધપરિહાર પક્ષમાં સર્વનું રક્ષણ કરનારા ) છે અને દેવાલયો અપ્રતિમવિરોધપક્ષમાં પ્રતિમારહિત અને વિરોધપરિહારપક્ષમાં અનુપમ સર્વોત્તમ ) છે. ૬ વળી એ નગરમાં જે નગરવાસીઓ શિવભક્ત છે તેઓ સુગત ( એટલે વિરોધપક્ષમાં બૌદ્ધમતને અનુસરનારા અને વિધિપરિહારપક્ષમાં શ્રેષ્ઠ ગતિવાળા ) છે, બૌદ્ધમતના અનુયાયીઓ વિજયની અભિલાષાવાળા છે ( રાગાદિ શત્રુઓ પર વિજય અહીંથી બે લેકમાં વિરોધાભાસ અલંકાર મૂકવામાં આવ્યો છે.
( ૪૮ )
For Private and Personal Use Only