________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
સંપ્રતિ, વિકમ, પાદલિપ્ત, આમ, દત્ત અને શ્રી શતવાહન વગેરે ઘણા ઉદ્ધારકે થઈ ગયા છે.
પાછળથી આ કળિયુગના સમયમાં શ્રેષ્ઠી જાવડિએ આ તીર્થને ઉદ્ધાર કરાવ્યો છે. તે જાડિ ધનિક પુરુષોમાં મુખ્ય હતા અને તેણે જે પ્રમાણે આને ઉદ્ધાર કરાવ્યો છે તે વૃત્તાંત મારા સાંભળવા પ્રમાણે હું તને આદરપૂર્વક કહું છું, સાંભળઃ–૯–૧૦૨
જાડિને ચેાથો ઉદ્ધાર. પૂર્વે મધૂક (મહુવા)નામના નગરમાં પ્રાગ્વાટ કુળમાં ઉત્પન્ન થયેલો જાવડ શ્રેણીને પુત્ર જાપડિ નામને થઈ ગયો છે. ૧૦૩ તેને સીતાદેવી નામની સુશીલ સ્ત્રી હતી. તે જાણે પ્રત્યક્ષ સીતા અવતરી હેય તેવી જણાતી હતી. માત્ર રાવણને પ્રિય ન હતી. ૧૦૪ એક દિવસે જાવડિ પિતાની એ ધર્મપત્ની સાથે શત્રુંજય પર્વત ઉપર શ્રીનાભિનંદન ભગવાનની યાત્રા કરવા માટે ગયો. ૧૦૫ ત્યાં જઈને તેણે અતિહર્ષને લીધે રોમાંચિત થઈ જળભરેલા કળશોથી જિન ભગવાનને સ્નાન કરાવ્યું. કે તે સમયે સ્નાત્રની જળધારા અવિચ્છિન્ન રીતે પ્રતિમા પર પડતી હતી અને પ્રતિમા તો કેવળ લેપની જ હતી, જેથી લગાર ખંડિત થઈ ગઈ. ૧૭ આ જોઈને જાવડિ અને તેની પત્ની મનમાં ખેદ પામ્યાં. તેઓ ચારે પ્રકારના ભોજનને ત્યાગ કરી તીર્થકર ભગવાનની સન્મુખ બેસી ગયા. ૧૦૮ તેઓને વશ ઉપવાસ થયા ત્યારે શાસન દેવીએ જાવાડિને કહ્યું કે, જિનેશ્વરસ્વામી તે સિદ્ધ છે અને મુહ છે, તે તને શું ઉત્તર આપશે ? માટે કપર્દી નામનો યક્ષ જે આ તીર્થને રક્ષક છે તેની આગળ તું જા અને તારી ઇચ્છામાં આવે તેટલા ઉપવાસ કર. ૧૦૯–૧૦ શાસન દેવીના આ વચનથી જાવડિ યક્ષના મંદિરમાં ગયા અને પિતાની ઈષ્ટસિદ્ધિ
( ૧૪૮ )
For Private and Personal Use Only