________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકુંજયતીર્થના ઉદ્ધારે.
જાવસિ મિ મા છે પિન કરી ચાર કર્યો
જાવડિએ યક્ષની કહેલી નીશાનીઓ ઉપરથી તે સ્થાન જાણી લીધું અને ભોંયરાની ભૂમિને માણસોદારા જેવી અલગ કરાવી કે તુરતજ બિંબ પ્રકટ થયું. ૧૩૪– ૧૩૫ એ બિંબની ચકેશ્વરી દેવી જાતજાતના રત્નાલંકારથી તથા દિવ્યમાળાઓથી નિત્ય પૂજા કરતી હતી. ૩૬ તે વેળા યવન રાજાએ પ્રતિમાનાં દર્શન કરી મનમાં વિચાર કર્યો કે આ તે સાક્ષાત જગતકર્તાજ નિકળેલા છે. પછી તેણે પ્રતિમાને પ્રણામ કરી મોટો ઉત્સવ કરાવ્યું. ૧૩૭ વળી તે સુલતાને જાવડની પ્રશંસા કરી કે, ખરેખર તું કઈ ધન્યવાદ પાત્ર છે અને પુણ્યશાળી છે, કેમકે દેવતાઓ પણ આ રીતે તારાપર પ્રસન્ન છે. ૧૨૮ માટે ખુશીથી, તું આ પ્રતિમાને લઈ જા અને પોતાનો મનોરથ પૂર્ણ કર. મને પિતાને પણ આ મારા સ્થાનમાંથી પ્રતિમા આપવાથી પુણ્યને લાભ મળવા દે. ૧૩ એમ કહી તે સુલતાને રેશમી વસ્ત્રો તથા સુવર્ણના અલંકારે આપી જાવતિનું સન્માન કર્યું અને ઉત્સવપૂર્વક પ્રતિમા સહિત તેને ત્યાંથી વિદાય કર્યો. ૧૪૦ અનુક્રમે મહાવિકટ માર્ગને પણ સુભાગ્યથી કાપીને દેવતાના અતિશયને લીધે તે પ્રતિમા શ્રી શત્રુંજય પાસે ખાવી પહોંચી. ૧૪૧ પછી જાવડ, દરાજ પર્વતની જેટલી ઉંચાઈ સુધી પોતાના માણસો પાસે મહેનત કરાવીને પ્રતિમાને ઉચે ચઢાવતો હતો તેટલીજ નીચાઈ સુધી એક વ્યંતર, દરરોજ તે પ્રતિમાને પાછી ઉતારી નાખવા લાગ્યો, જેથી એ પરિશ્રમમાંજ તેના છ મહિના વીતી ગયા. ૧૪ ૨-૧૩ આખરે જાવાડિ થાકયો, તેણે યક્ષનું મનમાં ચિંતન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ આવી જાવડિને આવું સ્પષ્ટ વચન કહ્યું-૧૪૪ “હે શ્રેષ્ઠી ! તું અને તારી સ્ત્રી અને આ પ્રતિમાનું ગાડું જ્યારે ચાલે ત્યારે તેના બને પૈડાંના પાછળના ભાગમાં ટકા મૂક્યાના પત્થરની પેઠે ટેકા રૂપે થાઓ.” ૧૪૫ તે સાંભળી બીજે દિવસે શ્રેષ્ઠી પોતાની સ્ત્રી સાથે પડાની
(૧૫૧ )
For Private and Personal Use Only