________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
અને પોતાને પણ તેની બુદ્ધિ સા મ પણ સ
થઈ હોય તેમ મનમાં હર્ષ પામીને આ પ્રમાણે કહ્યું –૩પ “ખરેખર, આ સમરસિંહને ધન્ય છે અને તેનો જન્મ પણ સફળ છે. કેમકે આ કળિકાળમાં પણ તેની બુદ્ધિ સત્યયુગને અનુસરનારી છે. તેમજ મને પિતાને પણ ધન્ય છે, કે જેના તાબામાં આરાસણ પત્થરની ખાણ છે. જે આ ખાણ મારા તાબામાં ન હતા તે આવા પ્રસંગે મારું સ્મરણ પણુ કાણુ કરત ? હે પાતાક મંત્રી! સાધુ સમરસિંહ તરફથી આવેલી આ ભેટને તમે પાછી આપી દે. કેમકે આવા ધાર્મિક કાર્યમાં આપણાથી ધન કેમ લેવાય ૩૮ ધર્મનું તે ધન, પરિવાર તથા જીવિત સુદ્ધાં અર્પણ કરીને પણ ઉપાર્જન કરવામાં આવે છે, તેજ ધર્મને માત્ર આવી ભેટથી આપણે વ્યર્થ કેમ ગુમાવો જોઈએ ? ૩૯ આપણી ખાણમાંથી પ્રતિમા માટે પાટા ગ્રહણ કરનાર પાસેથી જે રાજાને કર લેવાય છે પરંતુ હવે એ કરને પણ હું ત્યાગ કરું છું. એટલું જ નહિ પણ આ કાર્ય કરવામાં જે કંઈ જોઈએ તે સર્વમાં હું પોતે સહાય કરીશ અને તેથી આ કાર્યને પુણ્ય ભાગ મને પણ પ્રાપ્ત થશે.”૪૧ એમ કહી તે રાજા સમરસિંહના માણસોને તથા પાતાક મંત્રીને સાથે લઈ આરાસણની ખાણ ઉપર ગયો. ત્યાં જઈને તેણે આરાસણની પાટો કાઢનારા સર્વ કારીગરોને પોતાની પાસે બોલાવ્યા અને સન્માનપૂર્વક પ્રતિમા માટે શિલા કઢાવવાના મૂલ્યની આંકણી કરાવી. તે વેળા કારીગરોએ પિતાની ઈચ્છાનુસાર જે દ્રવ્યની માગણી કરી તેના કરતાં પણ અધિક દ્રવ્ય આપવાની મહીપાલ રાજાએ ખુશી બતાવી.૪૪ તે પછી શુભ વારે, શુભ મુહૂર્ત અને શુભ નક્ષત્રે મહીપાલ રાજાએ ખાણની પ્રથમ પૂજા કરીને બિંબમાટેની શિલા કઢાવવાનો આરંભ કર્યો.૪૫ તે વખતે સમરસિંહના માણસોએ પણ ભજન, સુવર્ણના અલંકારે, વસ્ત્ર તથા તાંબૂલ (પાન બીડાં) વગેરે આપીને કારીગરોને
( ૧૭૧ )
For Private and Personal Use Only