________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ માતલિ સારથિ આરહણ કરે તેમ સામત હાથમાં રાશ પકડીને દેવાલય રૂ૫ રથ ઉપર ચઢી બેઠે. ૨૪૧ તે સમયે એક સુવાસિની સ્ત્રી, ચોખાથી ભરેલે અને ઉપરના ભાગમાં જેમાં નાલીએર હતું તે એક થાળી લઈને ત્યાં આવી પહોંચી. ૧૫૨ અને તેણે સાધુ દેશલના તથા સમરસિંહના મસ્તક ઉપર અક્ષય નિધિની પેઠે અક્ષત નાંખ્યા, ૨૫૩ તેમજ એક નાળીએ તેમના હાથમાં આપીને તથા શ્રીખંડનું તિલક કરી ગળામાં પુષ્પની એક માળા નાંખીને તેણીએ આશીર્વાદ કહ્યા. ૨૫૪ પછી સામતે આગળના ભાગમાં શ્રેષ્ઠ વાદિના શબ્દપૂર્વક ઘણાજ હર્ષથી જગતને જાગ્રત કરીને દેવાલયને આગળ ચલાવ્યું. ૨૫૫ તે વખતે શોભાયમાન એ એક હાથી, બળદ, સાથીઓ તથા પલાણેલે ઘોડે આવા પ્રકારના અનેક શુભ શકુને થયાં, જેને જોઈને સાધુ દેશલે પોતાના કાર્યની સિદ્ધિને હાથમાં રહેલી જ માની. ૨૫૬-૫૭ વળી તે સમયે મોટા મોટા સૂરિએ સૌની આગળ ચાલતા હતા અને ઘણું મુનીશ્વર પણ સાથે હતા, જેથી તે અપૂર્વ દેવાલય જાણે દેવમાર્ગમાં ચાલી રહ્યું હોય તેવું જણાતું હતું. ૨૫૯ કેટલાએક શ્રાવકે પણ રાજાઓની પેઠે રતનાના અલંકારોથી સુશોભિત થઈ ઘોડેસ્વાર તરીકે દેવાલયની આગળ ચાલતા હતા. ૨૫૪ વળી તે વખતે તરફ ફેલાઈ રહેલા વાદિના શબ્દોથી જાણે લાવેલા હોય તેમ એટલા બધા માણસો એકઠા મળ્યા હતા, કે તેઓ શેરીઓમાં સમાતા પણ ન હતાં. ૨૦
તે વેળા માર્ગમાં એટલી બધી ગીદી હતી, જેથી લેકે એક પગલું ચાલવાને પણ અસમર્થ થઈ પડયા હતા, અને એક બીજાએ જાણે ઉપાડી લીધા હોય તેમ મહાસંકટ આગળ ચાલતા હતા. ૨૬૧ સર્વ સંધનાં પગલાંથી ઉડેલી ધૂળ છેક આકાશ સુધી પહોંચી હતી અને સૂચવતી હતી કે સંધનું આરાધન કરવાથી ક્યા
( ૧૮
)
For Private and Personal Use Only