Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 286
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમરસિંહનું દીલ્હીના બાદશાહ કુતબુદ્દીન પાસે જવું. એકઠાં મળ્યાં હતાં, લાકડીઓ વડે રાસ થઈ રહ્યા હતા અને સૂરિ મહારાજની પાલખી આગળ તરેહ તરેહનાં પ્રેક્ષણકે સાથે વાદિત્રો વાગી રહ્યાં હતાં. તે પછી વિમાનમાં બેઠેલા પ્રત્યક્ષ દેવસમાન જણાતા સૂરિ મહારાજ, સ્વર્ગ લેકમાં જવાની ઇચ્છાથી નગરમાંથી બહાર નીકળ્યા. ૩૧૨ માર્ગમાં સ્પર્ધાપૂર્વક ઉત્કંઠાથી શ્રાવકે પાલગીને ખાંધ દેવા લાગ્યા અને એક કાશ જેટલે દૂર તે પાલખીને લઈ ગયા. ૩૧૩ ત્યાં ચંદન તથા અગરનાં પુષ્કળ લાકડાંથી તેમજ કેવળ કપૂરથી પૂજ્યશ્રીને દેહદાહ થયો, તેમાં બીજી જાતનાં લાકડાનું તે નામ પણ ન હતું. ૩૧૪ એ રીતે વિક્રમ સંવત ૧૩૭૬ ના ચૈત્ર શુદિ ૧૪ ને દિવસે સિદ્ધસૂરિએ સ્વર્ગવાસ કર્યો. ૩૧૫ પ્રભુ શ્રીસિદ્ધસૂરિ સ્વર્ગે ગયા એટલે હાલમાં શ્રીકક્કરિ ગચ્છનું પાલન કરે છે. ૩૧૬ સમરસિંહનું દીલહીના બાદશાહ કુતુબુદ્દીન પાસે જવું તે સમયે શ્રીકુતુબુદ્દીન નામના બાદશાહને સાધુ સમરસિંહના ગુણ સાંભળવામાં આવ્યા, જેથી તેને મળવા માટે તે આતુર બન્યો. ૩૧૭ તેણે એક આજ્ઞાપત્ર મોકલીને સમરસિંહને બોલાવ્યું, જેથી તે પણ સમગ્ર સામગ્રી તૈયાર કરીને દીલ્હી તરફ રવાના થયો.૩૧૮ ત્યાં પહોંચતાંજ સુલતાન કુતુબુદ્દીને અત્યંત માનપૂર્વક સમરસિંહને બોલાવી તેની સાથે પોતે મળ્યો. ૩૧૯ તે વેળા સમરસિંહ પણ જાતજાતનાં ભેટશું મૂકીને રાજા આગળ નમી પડ્યો અને પૃથ્વી પર લોટી પડેલા તેને રાજાએ ઉત્કંઠાપૂર્વક જે. ૩૨૦ સુલતાન કુતુબુદ્દીન સમરસિંહ ઉપર અત્યંત પ્રસન્ન થયો. તેણે પિતાની મહેરબાની બદલ સર્વદેશના વેપારીઓમાં મુખ્યપણું સમરસિંહને અર્પણ કર્યું. ૩૨૧ એ રીતે ત્યાં રહીને રાજાની નવી નવી કૃપા તેણે સંપાદન કરી અને કેટલાક કાળ આનંદપૂર્વક વિતા.૩૨ દાનવીર ( ૨૩૩) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290