________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજપાલ અને સાહણનું સંઘસહિત આગમન
તે સિંહભટ નામે શ્રાવક પણે સંધમાં આવ્યો હતો. ૩૬ શ્રીવાસ્તુપાલ મંત્રીના વંશમાં મંગળદીવા સમાન મંત્રીશ્વર વીજલ પણ હર્ષથી સંધમાં આવ્યો હતો. ૩૬ તેમજ મદન, મહાક, રત્નસિંહ વગેરે બીજા અસંખ્ય શ્રાવકે પણ પ્રતિષ્ઠામાં ઉત્કંઠા ધરાવીને તે સંધમાં આવ્યા હતા. ૩૬૭ સાધુ સમરસિંહે એ સર્વ શ્રાવકોની યોગ્યતા પ્રમાણે સંભાવના કરી સર્વને યથાયોગ્ય માન આપ્યું. કેમકે બુદ્ધિમાન પુરુષો કેઇનું આદરાતિધ્ય કરવામાં કદી પ્રમાદ કરે ? (ન જ કરે). ૩૮ એ રીતે સમગ્ર સંધનું સન્માન કર્યા પછી સમરસિંહ પોતાના બન્ને ભાઈઓની સાથે ઉત્સવપૂર્વક ધજા-પતાકાવાળા મોટા સંધમાં આવી પહોંચ્યો ૩૬૯ ત્યાં શ્રીરામ અને લક્ષ્મણની પેઠે બને ભાઈઓએ પિતા દેશલના ચરણમાં ભક્તિપૂર્વક વંદન કર્યું. ૩૭૦ ત્યારે દેશલ પણ પુત્રના સ્નેહરૂપ અમૃતના સિંચનથી શરીરે રોમાંચ થવાને બહાને જાણે અંકુરિત થયો હોય તે જણાવા લાગે. ૩૭૧ તે પછી સંધપતિ દેશલ, કે જેનું ચિત્ત પોતાના પુત્રોના આવવાથી આનંદમગ્ન થયું હતું તે સમગ્ર સામગ્રીઓ તૈયાર કરીને ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે વિમળાચળ ઉપર ચઢવાને તત્પર થયો. ૩૭૨
ચતુર્થ પ્રસ્તાવ સમાપ્ત
ને પછી જ અતિ અગતના સિકન કર્યું
( ૧૯૯)
For Private and Personal Use Only