________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ સંધની સાથે ત્યાં આવેલું સાંભળી તેની સામે આવ્યો. ૧૭૭ તે વખતે વજ તથા ચક્રનાં ચિન્હથી યુક્ત હાથવાળા જૂનાગઢનો રાજા તથા સમરસિંહ પ્રીતિપરાયણ થઈને અન્યને જ્યારે મળ્યા, ત્યારે ઇન્દ્ર તથા ઉપેન્દ્ર સમાન શોભવા લાગ્યા. ૧૭૮ તેઓ બને પરસ્પર આલિંગન કરીને એક આસન પર બેઠા અને પ્રેમપૂર્વક કુશલપ્રશ્ન આદિ વાર્તાલાપ કરીને પ્રસન્ન થયા. ૧૭% સાધુ સમરસિંહ જાતજાતનાં ભેટ ધરીને રાજાને સંતો અને તે રાજાએ પણ બમણી ભેટ આપીને સમરસિંહને સંતુષ્ટ કર્યો. ૧૮૦ પછી શ્રીમહીપાલદેવે સમરસિંહની સાથે આવીને સંધપતિ દેશલને પ્રવેશમહોત્સવ કર્યો. ૧૮૧ અને સમરસિંહદ્વારા તેજપાલપુરની પાસે સંધ માટે રહેવાની વ્યવસ્થા કરાવીને રાજા પોતાના નિવાસસ્થાનમાં ગયા. ૧૮૨
સંઘનું ગિરનાર ઉપર જવું તે પછી ગિરનારના મસ્તક ઉપર મુકુટસમાન શ્રી નેમિજિનને વંદન કરવા માટે દેશલ, પોતાના ગુરુ તથા સમસ્ત સંધની સાથે પર્વત ઉપર ચઢો.૧૮ અને ત્યાં પણ સાધુએઇ સંધપતિ દેશલે મોટી બજાર ચઢાવી, સાર્વજનિક અન્નસત્ર ખુલ્લા મુકયાં પૂજા કરી અને દાનાદિક સર્વ વિધિ શત્રુંજયની પિઠેજ કર્યા. ૧૮૪ તેણે પ્રદ્યુમ્ન તથા સાંબનાં ઉંચાં શિખરનાં દર્શન કર્યા અને ત્રણ કલ્યાણુકેને લીધે મુખ્ય ગણતાં દેરાસરમાં પણ ભગવાનનાં દર્શન કર્યા ૧૫ તેમજ ત્યાં યાત્રા કરતાં કરતાં દેશલે સર્વ દેરાસરમાં મોટી પૂજાઓ કરી, મોટી ધ્વજાઓ અર્પણ કરી અને એ પ્રમાણે કરીને તે મહાબુદ્ધિમાન પુરુષે પિતાના પૂર્વજોને અત્યંત ઉદ્ધાર કર્યો. ૧૮૬ વળી સંધપતિ શ્રીદેશલે પુત્રો તથા પૌત્રોની સાથે અંબામાતાનું જ્યારે પૂજન કર્યું કે તેજ સમયે પ્રસન્ન થઈને માતાએ સમરસિંહને પુત્રને લાભ આપી તેની
( ૨૨૦)
For Private and Personal Use Only