________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
સમરસિંહ જિનભગવાનને સ્નાન કરાવવા સજજ થઈ તેમની ડાબી બાજુ બેઠા.૫૨ પવિત્ર બુદ્ધિવાળા સામત, કે જે પોતાના કુળની મર્યાદાનું પાલન કરનારો હતો તે, પોતાના સમાન ગુણવાળા સાંગણ નામના ભાઈની સાથે ઉજજવળ સુંદર ચામર ધારણ કરી જિન ભગવાનની આગળ ઉભો રહ્યો.૫૩ પછી લોકોની નજર ન લાગે તે માટે અરિષ્ટ વર્ણવાળી એક અરિષ્ટ રત્નની માળા ભગવાનના વક્ષસ્થળમાં સ્થાપન કરી. કેમકે આ જગતમાં જે વસ્તુ લેક પ્રશસ્ત હોય છે તેની રક્ષા કરવી તે યોગ્ય જ છે.૫૪ જે કે શ્રીજિનભગવાન સર્વનું રક્ષણ કરવા માટે સમર્થ છે, છતાં તેમની રક્ષા માટે જે રક્ષા-રાખડી પહેરાવવામાં આવી હતી, તે એમ સૂચવતી હતી કે કામક્રોધાદિ આંતર શત્રુઓથી પીડા પામતા સમગ્ર જગતનું આ ભગવાનજ રક્ષણ કરશે. પપ તે પછી કપૂર, ચંદન, શ્રીફળ, અક્ષત, પુષ્પ, ધૂપ, કાલાગરૂ, અને કસ્તૂરી વગેરે જે જે વસ્તુઓ પ્રતિષ્ઠાવિધિમાં યોગ્ય ગણાય છે તે સમગ્ર ત્યાં મુકવામાં આવી.૫૬ (અને તે વખતે ભગવાનના હાથ ઉપર ઋદ્ધિ અને વૃદ્ધિ ઔષધિ સહિત મીંઢળ બાંધવામાં આવ્યું ત્યારે કવિએ તેની આ પ્રમાણે ઘટના કરી:-) હે જિનવર ! આપના હાથ ઉપર આ મીંઢળ સહિત ઋદ્વિવૃદ્ધિ (ઔષધી) બાંધવામાં આવેલી છે તેનું કારણ હું જાણું છું. તે એજ છે કે, ભવ્ય જીવોને તમે ઋદ્ધિ તથા વૃદ્ધિ અર્પણ કરે છે અને આપે સૌની પહેલાં મદનફળ-એટલે કામવાસનાના ફળરૂપ આ સંસારભ્રમણને નાશ કર્યો છે.૫૭ પછી ગુરુ શ્રીસિહસૂરિએ દેશલ આદિ શ્રાવકેના કંકણયુકત હાથ ઉપર સાવધાન થઈને કુંભાનાડું બાંધી દીધું.૫૮ એ પ્રમાણે પ્રતિષ્ઠાની સામગ્રી કરાઈ રહી એટલે સિદ્ધસૂરિએ સ્નાત્ર કરનારાઓ દ્વારા મંત્રપૂર્વક સ્નાત્રને આરંભ કરાવ્યો૫૯ અને ક્રમપૂર્વક તીર્થપતિ જિનભગવાનના સર્વ સ્નાત્રો તેમણે પોતેજ કરાવ્યાં તેમજ બીજા આચાર્યોને માટે જે યોગ્ય હતાં
( ૨૦૭)
For Private and Personal Use Only