Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 269
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૫ ૧૯ તેજ પ્રમાણે શ્રી સિદ્ધસૂરિએ પણ સંઘની આગળ રહીને શકસ્તવ ઉપરાંત આદિજિનેશ્વરની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી–૧૪૦ હે દેવ ! અમૃતના સ્થાનરૂપ આપના મુખનાં દર્શન કરીને અમારી બુદ્ધિરૂપી દષ્ટિવિષવાળી નાગણએ મિથ્યાત્વમેહરૂપી ઝેરનો ત્યાગ કર્યો છે, અને હવે તો પુષ્કળ આનંદ મગ્ન જ બની રહી છે. ૧૪ હે દેવ ! આપના મુખચંદ્રના અમૃતમય કુંડમાંથી શ્રેષ્ઠ જ્ઞાનિપુરૂષોએ અમૃતની વૃષ્ટિ કરનારા જે શાસ્ત્રો રચ્યાં છે તેનું શ્રવણ કરીને મારું મન સંસારથી ઉત્પન્ન થનારા દાહનો ત્યાગ કરીને હવે શાંત થયું છે. ૪૨ હે જિનદેવ ! આપને આ હાથ વિશેષ કરીને અમૃતના સમાન આનંદ ઉપજાવે છે, અને હું માનું છું કે, રતિ, કુદષ્ટિ અને વિકારના ત્રણે દેશે આપ માંથી દૂર થયા છે, જેથી આપ જગતમાં દર્શનપાત્ર થયા છો. ૧૪૩ અહો ! હે દેવ ! અજવાળી આઠમના ચંદ્રતુલ્ય આપના લલાટને જોઈને આજે મારા નેત્ર રૂપી ચકારપક્ષીનું યુગલ, તેની (લલાટની) કાંતિના તરંગસમૂહનું પાન કરી તે જ ક્ષણે પુષ્ટ બની ગયું છે. ૧૪૪ હે દેવ ! આપનું આ શરીર, કે જે અગણિત પુણ્યસમુદાયથી ભરપૂર છે અને અનંત કલ્યાણનું કારણ છે, તેનું જે માત્ર એકજવાર દર્શન થયું હોય તે, ભવ્ય જીવોને મરણ પછી અજરામર મોક્ષસુખ અર્પણ કરે છે. ૧૪૫ હે દેવ ! આપની જિલ્લા, ખરેખર અતિરસ ભરેલાં વાક્યામૃતની એક તળાવડી સમાન જ છે. કેમકે તે પોતાની સ્પંદન ક્રિયાથી ઉત્પન્ન થયેલા સરસ વચન સમૂહના વિસ્તારરૂપ જળતરંગોનું જ સિંચન કરીને અમારા શરીરને શીતલ કરે છે. ૧૪ હે જિનપતિ! આપનાં બને ને, જગતનું કલ્યાણ કરનારા આપના શરીરમાં આવી રહેલા અમૃતના બે સમુદ્ર સમાન છે. કેમકે, હે જિનેશ! એમાં સંસારથી ઉત્પન્ન થનારાં દુઃખરૂપી દાહની શાંત થાય છે. ૧૪૭ હે દેવ ! લાલ કાંતિવાળા અને (૨૧૬) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290