________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫
૧૧૯ પ્રતિદિન પ્રાતઃકાળે શ્રીસિદ્ધસૂરિ ગુરુના ચરણયુગલમાં પ્રણામ કરી સર્વ સાધુઓને સંપૂર્ણ તૃપ્તિ કરનારાં ભાત પાણી વહેરાવીને પ્રસન્ન કરતું હતું અને તે પછી પોતે પોતાના પુત્રોની સાથે પારણું કરતે હતો. એટલું જ નહિ પણ ઉત્તમ વૈભવવાળો તે દેશલ ભાટચારણને તથા સર્વ ગવૈયાઓને પણ યથેષ્ટ ભોજન કરાવતો હતો. ૧૨૦ ઉપરાંત યોગીઓ, દીનમનુષ્યો, અનાથો તથા દરિદ્રીઓને પણ ભજનની સવડ થાય, તે માટે તેણે એક અસત્ર ખુલ્લું મૂકયું હતું. એ રીતે સંધનાયક દેશલ ધર્મમાં પરાયણ થઈને હમેશાં દાન આપતો. બરાબર દશ દિવસ સુધી તીર્થનાથને દશ દિવસને મોટો ઉત્સવ કર્યો.૧૨૨ પછી અગીઆરમે દિવસે પ્રભાતમાં પોતાના ગુરુ શ્રીસિદ્ધસૂરિને હાથે દેશલે, સમગ્ર સંઘની સાથે ભગવાનના હાથેથી કંકણબંધન છૂટું કરાવ્યું અને પોતે નવા કરાવેલા સુવર્ણના મુકુટ, હાર, શોભાયમાન કંઠાભૂષણ, બાજુબંધ તથા કુંડલ આદિ અલંકા ચઢાવીને જગત્મભુ આદિનાથનું પૂજન કર્યું. ૧૨૩-૧૨૪ તે વેળા બીજા પણ ભવ્ય જનેએ જિનભગવાનની આગળ અનુક્રમે અતિસુંદર મોટી ધ્વજાએ બંધાવી, મેરુપર્વત પૂરાવ્યા અને સ્નાત્ર કરાવ્યાં. ૨૫ તેમજ સંધમાં આવેલા સર્વ સંધ પુરુષોએ પણ પોતપોતાના વારા પ્રમાણે ભગવાનની મહાપૂજા, દાન તથા અન્નસત્ર વગેરે પુણ્યકર્મો કર્યા. ૧૨૬ અને પછી દેશલ, સમગ્ર સંઘની સાથે તથા સુગુરુઓની સાથે હાથમાં આરતિ ઉંચી કરીને આદિનાથ ભગવાનની આગળ ઉભે રહ્યો અને તે વખતે તેના બન્ને બાહુ આગળ ધર્મમાં નિત્ય ઉદ્યમી રહેનારા અને ગુણના ભંડારરૂપ સાધુ સાહણ તથા સાંગણ હાથમાં ચામર ધારણ કરીને ઉભા રહ્યા. ૨૭ બીજી તરફથી સામંત અને સહજપાલ પણ હાથમાં કલશ ગ્રહણ કરીને પોતાના પિતા સાધુ દેશલની બંને બાજુ ઉભા રહ્યા. ૧૨૮ તે વખતે સાધુ સમરસિંહે
( ૨૧૪)
For Private and Personal Use Only