________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
લયના ચારે ખૂણામાં તથા સર્વ મંડપમાં રેશમી વસ્ત્રથી બનાવેલા તથા મોતીની સેરેવાળા ચંદરવા બંધાવી દીધા હતા.૦૯ સંધનાયક દેશલે સર્વ દોષોથી રહિત એવા ભગવાન જિનેશ્વરની આગળ અખંડ (અશુદ્ધ) ચોખાથી, મગથી, સોપારીઓથી, નાળીએરથી તથા અલંકારોથી મેરુ પર્વત પૂર્યો અને જિનેશ્વર ભગવાનના જન્મસમયે જેમ મેરુપર્વત ઉપર સ્નાત્રોત્સવ થયો હતો તેજ સ્નાત્રાત્સવ એ સમયે આદિનાથ ભગવાનનો કર્યો. ૧૧૦-૧૧૧ તે પછી દેશલે ઉપવાસ તથા વ્રત કરી પવિત્ર થઈને પોતાના પુત્ર, પત્રો અને અનુયાયીઓની સાથે બીજા પણ સર્વ જિનેશ્વરાનું પૂજન કર્યું અને દશ દિવસને ઉત્સવ ચાલુ કર્યો. ૧૧૨ તે વેળા પણ દેશલે પૃથ્વીના સર્વ ખંડની લક્ષ્મી સંપાદન કરવા માટે ઉત્તમ પ્રકારના કપૂરથી તથા ચંદનથી ભગવાનના શરીરનું અર્ચન કર્યું. ૧૧૩ તેમજ મરણ પછી દેવાની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે શુદ્ધ મનવાળા દેશલે બોરસળી, કેવડે, ચંપો તથા જૂઈ વગેરેનાં પુષ્પોથી આદિનાથ ભગવાનની પૂજા કરી.૧૧૪ સાધુ સાહશુપાલ રાત્રિના સમયે પલપ્રમાણ કપૂર ઘૂંટીને અને તે વડે વિલેપન કરીને આદિનાથ ભગવાનના શરીરને કસ્તુરીથી ભૂષિત કરતો હતો અને લાખની સંખ્યામાં માલતી, કેવડા, મોગર તથા ચંપ–વગેરેનાં પુષ્પોથી અદ્દભુત મહાપૂજ રચતા હતા. ૧૫-૧૧૬ સાધુ સમરસિંહ તે વખતે જિન ભગવાન આગળ પ્રજવલિત અગ્નિમાં ઉત્તમ જાતનું કપૂર તથા કાળું અગર હમસે હતા, જેથી તેના ધૂમાડાને બહાને દેશલનાં પાપે તેના પુણ્યથી જાણે દૂર થતાં હોય તેમ લાગતું હતું. ૧૧૭ તે પછી દેશલ સહજપાલની સાથે મંડપમાં ઉભો રહી અરિહંત ભગવાન ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરતો હતો અને તીર્થનાથના ગુણમાં બુહિને એકાગ્ર કરી નાટચમહત્સવ કરાવતો હતો.
( ૨૧૩)
For Private and Personal Use Only