________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
અને પ્રતિષ્ઠાને તે સમય પાસે આવ્યો, ત્યારે આદિનાથ ભગવાનની સન્મુખ ઉભેલા સર્વ લેકાએ “પ્રતિષ્ઠાનો સમય , થ.” એમ સર્વ દિશાઓમાં ઉચ્ચ સ્વરે કહેવા માંડ્યું. તે વખતે શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ જિનેશ્વર ભગવાન ઉપરથી વસ્ત્ર ખસેડી લીધું અને તેમનાં બને નેત્રનું એક જાતના સુરમાવાળું તથા કપૂરવાળું અંજન કરીને ઉન્સીલન કર્યું–બને નેત્રોને વિકસ્વર કર્યા. એ રીતે વિક્રમ સંવત ૧૩૭૧ ના માઘ શુદિ ચૌદશને સોમવારને દિવસે પવિત્ર પુષ્ય નક્ષત્ર અને બળવાન મીન લગ્ન હતું ત્યારે શ્રીસિદ્ધસૂરિ ગુરુએ શત્રુંજય પર્વત ઉપર ભગવાન નાભિનંદન ઋષભદેવની અચળ પ્રતિષ્ઠા કરી. તે સમયે માંગલિક વાદિ વાગી રહ્યાં હતાં, દેશલ તથા સમરસિંહની ગુણકીર્તિ ગવાઈ રહી હતી અને સ્તુતિપાઠકેના ધવળમંગળ ધ્વનિઓ થઈ રહ્યા હતા. ૭૩-૭૪ શ્રીસિદ્ધસૂરિની પૂર્વે શ્રીવસ્વામિએ શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી હતી અને તેમના પછી શ્રીસિદ્ધસૂરિએ પ્રતિષ્ઠા કરી. આ રીતે પ્રતિષ્ઠાની દૃષ્ટિએ શ્રીવાસ્વામી તથા શ્રીસિદ્ધસૂરિ બન્નેની સમાનતા જ ગણાય.૫ વળી શ્રીસિદ્ધસૂરિએ પિતાના તેજથી ભૂમિભાગને પ્રકાશિત કર્યો હતો, તેમને સ્વભાવ સ્વચ્છ હતો, તેમનું સન્ત તથા સાર ઘણું ઉચ્ચ હતાં અને તેમણે શ્રી જિનેન્દ્ર ભગવાનની મુદ્રા ધારણ કરીને સ્થિતિ કરી હતી, જેથી તેમને શ્રીવાસ્વામીની તુલના પ્રાપ્ત થાય તે હેગ્યજ છે.૬ જ્યારે શ્રી સિદ્ધસૂરિએ મુખ્ય ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે તેમની આજ્ઞાથી વાચનાચાર્ય નાગેન્દ્ર મુખ્ય દેરાસર ઉપરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી. છછ અને પછી દેશલે પિતાના સમગ્ર પુત્રોની સાથે આદિનાથ ભગવાનના શરીર ઉપર ચંદનનું તથા કપૂરનું વિલેપન કર્યું અને ઉત્તમ પ્રકારના પુષ્પ ચઢાવીને સાતે (નરકેન) વિજય કર્યો.૭૮ તેમજ દેશલે શ્રીજિનેન્દ્ર ભગવાનની આગળ પાંચ પક્વાન વગેરે નૈવેદ્ય
( ૨૦ )
For Private and Personal Use Only