________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન
સેંકડો મૂળાનું ઘર્ષણ કરવા માંડયું. તે સ્ત્રીઓ મંગળગીતના ગાનપૂર્વક હર્ષથી તેને વાટવા લાગી અને મોક્ષલક્ષ્મીને વશ કરવા માટે જાણે ચૂર્ણ તૈયાર કરવામાં આવતું હોય તેવું ચૂર્ણ તૈયાર થવા લાગ્યું. બીજી બાજુથી સમરસિંહ, અનેક પ્રકારનાં શ્રેષ્ઠ પદ તથા વસ્ત્રો તે સ્ત્રીઓને આપવા લાગ્યો અને પોતાના પુણ્યના રજકણું સમાન તે સેંકડે મૂલના ચૂર્ણને કોડીયામાં નાંખવા લાગ્યો.૩૮ ફતે પછી જિનમંદિરની ચારે દિશામાં નવ નવ પ્રકારની અંગ્રેવેદિકાઓ
સ્થાપી દેવામાં આવી, કે જેઓ સમરસિંહના પુણ્યથી ચારગણું થઈને ત્યાં પ્રાપ્ત થયેલાં નવ નિધિઓની પેઠે શોભી રહી હતી.૩૯ તેની આસપાસ ચારે બાજુ લીલા યવના અંકુર પણ મૂકી દેવામાં આવ્યા હતા, કે જેઓ નવ નિધિએના અંતરના આનંદથી પ્રકટ થયેલા રમાંકુરોની પિઠે તે શોભતા હતા-તે વાંકુરે નવનિધિઓના હર્ષના રોમાંચ હોય તેવા શોભી રહ્યા હતા. તે પછી સાધુ સમરસિંહે દેવના આગળના ભાગમાં મંડપની વચ્ચે ચાર ખૂણાવાળી એક વેદિકા તૈયાર કરાવી. તે વેદિકા એક હાથ ઉંચી હેઈને નંદ્યાવર્ત નામનો પદ તેના પર રહી શકે તેવડી મોટી હતી. તે વેદિકા ઉપર સાધુ શ્રેષ્ઠ સમરસિંહે એક મંડપ તૈયાર કરાવ્યો. તે મંડપ ચાર ખૂણે રહેલા ચાર થાંભલા ઉપર બંધાયો હતો, તેના ઉપરના ભાગમાં સુવ
ને એક કળશ આવી રહ્યો હતો, તેની શોભા અતુલ હાઇને સર્વ પ્રકારે પરિપૂર્ણ હતી અને વિવિધ પ્રકારનાં વસ્ત્રોથી બનાવેલા કેળના સ્તંભેની શોભાથી તે અત્યંત સુંદર લાગતું હતું. એ મંડપની પાસે શ્રીષભદેવ ભગવાનના મુખ્ય દેરાસર માટેનું એક સ્વજ દંડ પણ મૂકાવી દેવામાં આવ્યો કે જેના ઉપર એક મહાન ધ્વજ ફરકી રહી હતી. આ દંડને કારીગર પાસે પ્રતિષ્ઠા કરાવવા માટે બરાબર તૈયાર કરીને ત્યાં સ્થાપવામાં આવ્યો હતો.૪૩ શ્રી આદિનાથ ભગ
(૨૦૫),
For Private and Personal Use Only