________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિષ્ઠાવિધાન જઈ પ્રિયાલવૃક્ષ (રાયણ ની નીચે રહેલાં શ્રીયુગાદિદેવનાં પગલાંનું પૂજન કર્યું. તે સ્થળે પિતે કરાવેલી મયૂરની મૂર્તિ કે જે લોકોને આશ્ચર્ય ઉપજાવે તેવી હતી, તેને જોઈને તેના મનમાં અત્યંત હર્ષ થયો, તેથી તે સ્થળે તેણે મોતી અને સુવર્ણના અલંકારો વગેરેની વૃષ્ટિ કરી મૂકી. ૨° એ પ્રકારે દેશલની અદ્ભુત ભક્તિ જોઈને આદિનાથના એ તીર્થ ઉપર રાયણનું જે એક વૃક્ષ હતું, કે જે હજી પણ એની એ સ્થિતિમાં જ છે તેણે અમૃતની પેઠે પોતાના દૂધ (ક્ષીર) વડે તે સમયે વૃષ્ટિ કરી. તે પછી સાધુ દેશલે મોટા ઉત્સવ કર્યા, યાચકને વસ્ત્રાદિનાં દાન કર્યા, બાવીશ તીર્થકરેની પૂજા કરી અને સર્વસ્થળે પ્રદક્ષિણા કરી. તે પછી છેક પૃથ્વીલ ઉપર મસ્તક મૂકીને આદિનાથ ભગવાનને પ્રણામ કરી પિતાના પુત્રની સાથે તે પોતાના નિવાસસ્થાનમાં ગયો અને પ્રતિષ્ઠા કરાવવા માટે સત્વર તત્પર થયો. ૨૩
પ્રતિષ્ઠા વિધાન તેણે પ્રતિષ્ઠાવિધિની તૈયારી કરાવવા માટે પિતાના પુત્ર સમરસિંહને આજ્ઞા કરી, કેમકે બધા પુત્ર સમાન હોય છે તે પણ તેઓમાં કોઈ એકનું જ ભાગ્ય આવું કાર્ય કરવાને યોગ્ય હેઈને સર્વોત્કૃષ્ટ હેય છે. પિતાની એ આના સંપાદન કરીને સમરસિંહે પણ પિતાની યોગ્યતાને મુનિના ગોરવ જેવીજ માની–પિતાનામાં મુનિના ગૌરવની ચગતા જેવી ગ્યતા માની (2) કેમકે વેદમાં પણ કહેવાય છે કે, કાર્યમાં નિયોગ-પ્રેરણા તે બહુ માનનું કારણ બને છે. તેણે અઢાર પ્રકારની જાત્રમાં ઉપયોગી મીઠાઈ () ઉત્તમ પ્રતિનાં પકવાન તથા સેંકડો (સુગંધી) મૂળીયાં વગેરે સર્વ વસ્તુ, કે જે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયોગી છે તેને તૈયાર કરાવીને એકત્ર કરી. ૨૬ તે સમયે સૈારાષ્ટ્રના નવ વિભાગમાંથી તથા વાળાકમાંથી અનેક ઉત્તમ,
( ૨૦૩)
For Private and Personal Use Only