________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ સહિત દેશલનું શત્રુંજય ઉપર જવું
-
-
મેક્ષના પગથીઆ રૂ૫ માની લીધું. તેણે શ્રીસિદ્ધસુરિ પ્રભુને તે વખતે પોતાના હાથને ટેકો આપે અને બન્ને પ્રકારના પતનથી ( પર્વતની નીચે પતનથી તથા નરકપતનથી ) મુક્ત થઈને પર્વતનાં પગથીયાં ઉપર ચઢવાને આરંભ કર્યો. તે વખતે આસોપાલવ, સાદડ, દેવદાર, આંબા અને સાગ વગેરે વૃક્ષોની છાયામાં વિશ્રાંતિ લઈને ભવ્યજને સંસારના તથા શરીરના પરિશ્રમને દૂર કરવા લાગ્યા. ૪ વળી એ પર્વત ઉપર પોતાની ડોક પહોળી કરીને મયુર શબદ કરતો હતો તેને સાંભળીને તથા તેનું નૃત્ય જોઈને કેટલાક મનુષ્યો તે શિખી લઈ તે પ્રમાણે શ્રીભગવાન આગળ નૃત્ય કરવાને તે મયૂરને જ પોતાના અધ્યાપક તરીકે કહેતા હતા. બીજી તરફ હારીત, ચકોર, ચાણ, મયૂર, કરડવ અને સારસ વગેરે પક્ષીઓ સુંદર સ્વરે ગીત ગાઈ રહ્યાં હતાં, તે સાંભળીને મનમાં પ્રસન્ન થયેલા ભવ્યજન, પર્વત ઉપર ચઢવાના પરિશ્રમને ગણુતા ન હતા. વળી તે સ્થળે પર્વતમાંથી જે ઝરણાં કરતાં હતાં તેને ગંભીર શબ્દ સાંભળીને લોકે, “આ મેઘધ્વનિ છે” એવી ભ્રાંતિથી પોતાનાં વસ્ત્રોને બાંધી લેતાં હતાં. છ તે પર્વત ઉપર જે પવન વાતો હતો તે ઝરણુના જળકણે સાથે મળીને તેમજ ફલ ઝાડના વનમાં અથડાઈને ઘણો જ ધીમો ધીમે સર્વત્ર ફેલાતો હતો અને લેના શરીરને સ્પર્શ કરીને તેઓને સંતોષ આપતો હતો.૮ સંધપતિ દેશલ, કે જેના ગુણસમુદાયનું ભવ્યજનો ગાન કરી રહ્યા હતા અને જેની પાછળ દેવ સમાન તેના ત્રણે પુત્રો ચાલી રહ્યા હતાં તે છેક ઉપરના ભાગમાં ચઢયો અને ત્યાં ચઢીને પ્રથમ પ્રવેશ કરતાં જ આદિનાથ ભગવાનની માતાનાં તેણે દર્શન કર્યા અને પિતાના મનમાં તેણે માન્યું કે, હરકેઈ માતા પિતાના પુત્રથીજ જગતમાં બંધ થાય છે.૧૦ પછી સર્વ વિધિને મનમાં જાણનારા તે દેશલે, પિતે ઉદ્ધરેલી
(૨૦૦૧)
For Private and Personal Use Only