Book Title: Shatrunjay Mahatirthoddhar Prabandh
Author(s): Jinshasan Aradhan Trust
Publisher: Jinshasan Aradhan Trust

View full book text
Previous | Next

Page 246
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘમાં શ્રાવકો અખુટ ભાતું તૈયાર કર્યું હતું તે પણ એ સંધમાં દેવરાજ-ઈદ્રની પેઠે શોભી રહ્યો હતો. ૨૯ એટલું જ નહિ પણ તે કાળમાં ગુજરાતની ભૂમિ ઉપર જેટલા શ્રાવકે હતા તેઓ માંહેને કોઈ પણ સમરસિંહ ઉપરના સ્નેહને લીધે સંધમાં આવવાને પાછો પડ્યો ન હતો. ૩૦૦ એ પ્રમાણે સમગ્ર દેશમાંથી સંઘો આવી મળ્યા એટલે દેશલે સંઘને આગળ ચલાવ્યો. ૩૦૧ તે વખતે એ સંઘમાં, મંડપમાં જેમ સ્તંભ હોય તેમ જ, કૃષ્ણ, બંદુક અને હરિપાલઆ ચાર જણ સૌથી આગળ પડતો ભાગ લેનારા થયા હતા. ૩૦૨ બીજી તરફથી સમરસિંહ, શ્રીમાન અલપખાનની સંમતિ લેવા માટે મોટી ભેટ લઈને રાજમહેલ તરફ વિદાય થયો. ૩૦૩ તેણે શ્રીખાનસાહેબ પાસે જઈને પોતે આણેલી ભેટ તેમની આગળ રજુ કરી એટલે ખાનસાહેબે પણ પ્રસન્ન થઈને ઘોડાની સાથે એક તસરીફા તેને અર્પણ કરી. ૩૦૪ તે પછી સમરસિંહે પિતાના સ્વામી ખાનસાહેબ પાસે દુષ્ટને શિક્ષા કરવામાં સમર્થ અને પિતાના નામને સત્ય કરી બતાવનારા કેટલાએક જમાદારની માગણી કરી. ૩૦૫ એટલે ખાનસાહેબે પણ સંઘની રક્ષા કરવા માટે મોટા અમીરવંશના વીર અને ધીર એવા દશ મુખ્ય જમાદારો તેને સ્વાધીન કર્યા. ૩૦ તેઓને સાથે લઈ સાધુ સમરસિંહ સંધના નાયક દેશલને મળ્યો. તે પછી દેવાલય રૂ૫ પિતાના પુણ્યમાર્ગને દર્શાવતા અને પાલખીમાં બેઠેલે દેશલ સુખેથી સૈની આગળના ભાગમાં જવા લાગે. ૨૮-૩૦૯ સાધુ સહજપાલનો પુત્ર સેમસિંહ સંધની પાછળ રહીને નિર્વિકારણે સંધનું રક્ષણ કરવા લાગે. ૩૯ ભરત ચક્રવતીની પેઠે જેના હાથમાં ચક્રનું લાંછન શોભી રહ્યું હતું એ સમરસિંહ તે શ્રેષ્ઠ ભોજન તથા આ છાદન વગેરેની સવડ કરી આપીને સર્વ શ્રાવકની આગતા સ્વાગતા કર્યો જતો હતો. તેની આસપાસ કેટલાએક ઘોડેસ્વારો ચાલતા ( ૧૯૩ ) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290