________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ
જ્યાં સુધી સ્થાને પહોંચ્યાં ન હોય ત્યાં સુધી એક બીજાને મળતા ન હતા.૩૨૦ વળી માર્ગમાં કોઈ મોટું તળાવ આવતું હોય ત્યાં પણ જે લેકે સૌથી આગળ પહોંચ્યાં હોય તે સ્વચ્છ પાણી પીતા હતા, જેઓ તેના પછી પહોંચ્યા હોય તેઓ ડહોળાયેલું પાણી પીતા હતા અને જેઓ સૌથી પાછળ પહોંચતા હતાં તેઓ લગભગ કાદવવાળું જ પાણી પીતા હતા.૩૨ દરેક ગામ ગામના આગેવાનો સંઘપતિ સમરસિંહને આવેલા જોઈ તેની આગળ દહીં દૂધ-વગેરે પુષ્કળ પદાર્થો હાજર કરતા હતા.૩૨૨ તેમજ ગામડે ગામડે ધાર્મિક મનુ
નાં ટોળેટોળાં અત્યંત સ્પર્ધાપૂર્વક આવીને હર્ષથી દેશના ચરણયુગલનું પૂજન કરતા હતા.૦૨૪ સંઘની એ સેનામાં પણ કાઈક ગાડા વાળાઓ બીજાઓની સ્પર્ધા કરીને પોતાના બળદોને એવા આગળ ચલાવતા હતા કે જેથી તેઓ પોતાની પાસે પડતા પોતાના નાયકને પણ ગણતા નહિ. ૩૨૪ કેટલાએક ગાડાં હાંકનારાઓમાં પતાના ગાડાને સૌથી આગળ લઈ જવા માટે જ્યારે વિવાદ થવા લાગ્યો, ત્યારે તેઓના ગાડાંમાંથી પડી ગયેલી ખીલીઓ પગમાં લાગવાથી પાસે ચાલનારાં માણસે, તેઓના એ વિવાદને સહન કરી શકતા નહિ. ૨૫ જે વખતે સંધ રાત્રિના સમયે મુસાફરી કરતો હતો, ત્યારે દીવીઓ હાથમાં રાખીને અસંખ્ય પુરુષો તેની પાસે પાસે ચાલતા હતા, જેથી દીપોત્સવના જે દેખાવ થતો હતો.૩૬ જ્યારે દેવાલયમાં લેકે હમેશાં નાટકાદિ પ્રેક્ષણના સમયે સ્થિર દૃષ્ટિથી જોતાં હતાં, ત્યારે નૃત્ય કરનારા દેવની પેઠે શોભતા હતા.૩ર૭ એ સમયે દેશલે સદાને માટે સાર્વજનિક અન્નસત્ર ખુલ્લાં મૂક્યાં હતાં અને ભજનના સમયે ઉચ્ચ સ્વરે કહેવામાં આવતું હતું કે જે કોઈ મનુષ્ય ભૂપે હોય તેણે આવીને ભોજન કરી જવું.૨૮ એ રીતે નિરંતર સંધનાં પ્રયાણ થતાં હતાં ત્યારે સંધપતિ દેશલ, શ્રી સેરીસા”
( ૧૫ )
For Private and Personal Use Only