________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
હતા. તેના આગળના ભાગમાં ધનુર્ધારીઓની મોટી ટળી વચ્ચે જતી હતી અને તે પોતે પણ મરતક ઉપર મુકુટ તથા મયૂરછત્રને ધારણ કરી સાક્ષાત કલ્પવૃક્ષથી ઢંકાયો હોય તેવો લાગતો હતો. વળી તે પિતાના ઉન્નત ભાગ્ય ઉપર આરૂઢ થયો હોય તેમ, ઉત્તમ ઘોડાપર
સ્વાર થયો હતો અને સંધની આગળ તથા પાછળ પોતે જાતેજ રક્ષા કરતો હતો. ૩૧ ૦–૩૧૩ જેમ વિષ્ણુનો પાંચજન્ય શંખ પિતાના ધ્વનિથી દિશાઓને ગજાવી મૂકે તેમ, આગળ ચાલતા સંઘમાં જે શંખધ્વનિઓ થતા હતા તે પણ દિશાઓમાં ફેલાઈને તેઓને ગજાવી મૂકતા હતા. ૩૧૪ વળી ભેરીઓ તથા કાહલાનો શબ્દ પણ પ્રમાદનિદ્રામાં પડેલા ભવ્ય જીવોને જાણે જાગ્રત કરતો હોય તેમ થઈ રહ્યો હતો. ૧૫ ગાડાઓની પંક્તિ, જેને અન્યની સ્પર્ધાપૂર્વક બળદે ખેંચી રહ્યા હતા તે પણ સંધના નાયક પુરુષની ઉપરના સામાન વગેરેથી સજજ કરેલા હાથીઓની પંક્તિની પેઠે ચાલ્યું જતી હતી. સંધમાં જે ઉટા હતા તેઓ પણ ઉતાવળાં પગલાં મૂકી મૂકીને ચાલતા હતા અને ભવ્ય જીવોને બતાવી આપતા હતા કે ધર્મની ગતિ આવી ઉતાવળી હેવી જોઈએ; ૩૧૭ તે વેળા આકાશ પણ ઘોડાઓના હણહણાટથી, પડાઓની ચીચીરીઓથી અને મનુષ્યોના કોલાહલથી વ્યાપ્ત થયેલું હોઈને જાણે ગર્જના કરતું હતું કે જુઓ. “શબ્દ મારે ગુણ છે. ૧૭ કેટલાએક ધાર્મિક પુરુષે, જેઓએ પગે ચાલવાનેજ અભિગ્રહ લીધે હતે, તેઓને જોઇને પૃથ્વી પિતાને પવિત્ર કરવા માટે રજના બહાને તેઓને જાણે પગે પડતી હોય તેમ લાગતું હતું. ૧૮ સંધના લેકે પણ નિરંતર એવા પ્રકારે મુસાફરી કરતા હતા કે જેથી ખાડા ખડીયાવાળા ભાગો લગભગ સપાટ થઈ જવાથી પૃથ્વી જાણે સમાન થઈ ગઈ હોય તેમ લાગતું હતું. ૧૯ માર્ગમાં પણ સંધના લેકે એવી રીતે ચાલતા હતા, જેથી એક બીજાથી જુદા પડી જઈને
( ૧૯૪)
For Private and Personal Use Only