________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પ્રયાણ
મહોત્સવ કરીને તેમજ યાચકને દાન-માનાદિથી સંતોષીને સાધુ દેશલે બહુમાનપૂર્વક સંઘને વિદાયગીરી આપી ૨૨૯-૨ ૨૭
સંઘનું પ્રયાણ પછી પ્રતિષ્ઠાનો સમય પાસે આવ્યો એટલે દેશલે સર્વ દેશોમાંથી સંધને બોલાવવા માટે કાઈક ઠેકાણે પિતાના કુટુંબીઓને વિજ્ઞપ્તિપત્ર આપીને મોકલ્યા, કોઈક ઠેકાણે પોતાના પૌત્રને મોકલ્યા, કાઈક ઠેકાણે પોતાના સલાહકારોને તથા બીજા પુરુષોને રવાના કર્યા અને પોતે પ્રત્યક્ષ રથના જેવું અને યાત્રાને માટે યોગ્ય એવું એક ચિત્ર વિચિત્ર દેવાલય તૈયાર કરાવ્યું. ૨૨૯-૨૩૧ એ દેવાલયને પૈષધશાળામાં લઈ જઈને ગુરુ શ્રીસિદ્ધરિ પાસે તેના પર વાસક્ષેપ નંખાવ્યો.૨૨ અને પછી દેશલે શુભવારે તથા શુભ નક્ષત્રે દેવાલયના પ્રરથાનને મનમાં વિચાર કર્યો. ૨૩૩ તે દિવસ જ્યારે સમીપ આવ્યો ત્યારે પ્રયાણને સાધવાની ઈચ્છાવાળા દેશલે પૈષધશાળામાં જઈને સર્વ સંઘને એકઠો કર્યો. ૨૩૪ જેમ પ્રથમથી જ અત્યંત ઉત્કંઠિત ચિત્તવાળી બાળાને મયુરનો શબ્દ વધારે ઉત્કંઠિત કરે તેમ પોતાની મેળેજ અત્યંત ઉત્સુક સંધ તુરત એકઠા થયા. ૨૩૫ પછી પોતાના પિતાની આજ્ઞાથી સમરસિંહે આચાર્યોને, ઉપાધ્યાયોને તથા બીજા સાધુઓને અનુક્રમે શ્રેષ્ઠ આસન પર બેસાડવા. ૨૩૬ તેમજ મોટી મોટી પ્રવતિનીઓ તથા બીજી જે કેાઈ સાધ્વીઓ ત્યાં આવી હતી તેઓને પણ સમરસિંહે યોગ્યતાનુસાર ત્યાં બેસાડી. ૨૩૭ બીજા શ્રાવકે તથા શ્રાવિકાઓ પણ સમરસિંહના અત્યંત માનથી તથા ભક્તિથી મનમાં પ્રસન્ન થઈ પિતાપિતાને સ્થાનકે બેઠાં. ૨૩૮ તે પછી સાધુ દેશલ, પૃથ્વી પર ઢીંચણ મૂકીને સિદ્ધસૂરિની આગળ પોતાના પર વાસક્ષેપ નંખાવવા સારૂ બેઠા. ૨૩૯ ગુરુએ તેના લલાટમાં બૃહસ્પતિ જેમ વિજયની ઈચ્છાવાળા ઇન્દ્રના લલાટમાં તિલક કરે તેમ કલ્યાણના
( ૧૮૭ )
For Private and Personal Use Only