________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
૨૧૫ પછી અત્યંત ગુણવાળા કેટલાએક આચાર્યોને તથા જ્યોતિષ શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણોને એકઠા કરવામાં આવ્યા, કે જેથી મુહૂતેની બરાબર શુદ્ધિ જોવામાં આવે. પછી સાધુ દેશલે ઉત્તમ દિવસે તથા શ્રેષ્ઠ મુહૂર્ત મુખ્ય આચાર્યોને તથા બીજા જ્યોતિષીઓને પણ બોલાવ્યા અને શ્રેષ્ઠ એવા સર્વ શ્રાવકને પણ બેલાવીને તેઓની એક સભા ભરી તથા અનાકુળ થઈ સર્વને ઉચ્ચ આસને બેસાડવા. ૨૧૭-૨૧૮ પછી ઉભે થઈ બે હાથ જોડીને દેશલે - તિર્વેત્તાઓમાં શ્રેષ્ઠ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે, હે પ્રભો! કોઈ શુભ મુહૂર્ત શોધી આપે. ૨૧૯ આ સાંભળી તે સર્વ શાસ્ત્રવેત્તાઓ વારંવાર માંહોમાંહે અનુવાદ કરવા લાગ્યા અને આખરે તેઓએ એક નિર્દોષ મુહૂર્તને નિર્ણય કરી તેને જાહેર કર્યું. ૨૦ એ લગ્ન સર્વને સંમત થયું એટલે દેશલે એક મુખ્ય તિષ શાસ્ત્રી પાસે તુરતજ લગ્નપત્રિકા લખાવી. ૨૨૧ જે લગ્નપત્રિકા કંકુના છાંટણાંથી છંટકાયલી હોઈને સાધુ દેશલના ધર્માનુરાગરૂપી સમુદ્રના તરંગોની છેળાથી જાણે છંટકાઈ હોય તેવી શેભતી હતી. ૨૨
જ્યોતિષશાસ્ત્રીએ તે લગ્નપત્રિકા કલ્યાણરૂપ નિધિના લાભ માટે જાણે એક સિક્કો હોય તેમ સાધુ દેશલના હાથમાં અર્પણ કરી. ૨૩ તે પછી સાધુ સમારે આચાર્ય મહારાજના ચરણ ઉપર ચંદનનું તિલક કરીને તેમના મસ્તકનું કપૂરના પરાગથી પૂજન કર્યું અને તેમને વંદન કર્યું. ૨૪ તેમજ બીજા જ્યોતિરાઓના લલાટમાં કાલાગના તિલક કરીને તેઓને ઉત્તમ વસ્ત્ર, દ્રવ્ય તથા પાનબીડાં અર્પણ કરી સન્માન આપ્યું. ૨૨૫ શ્રાવકાને ચંદનના તિલક અને કુસુમાદિથી વિભૂષિત કરી તથા કપૂર સહિત પાનના બીડા આપી સંતુષ્ટ કર્યા. તે સમયે સ્તુતિપાઠકે પણ દેસલના યશોત ગાવા લાગ્યા ને કીર્તિ પાઠ ભણવા લાગ્યા. એ રીતે મુહૂર્ત સંબંધી
( ૧૮૬ )
For Private and Personal Use Only