________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ એમાં કુશળ હતા તે હમેશાં એકાંતરે આહાર કરીને તેઓને (કારીગરોને) શિખામણ આપ્યા કરતા હતા. ૧૯૦ પછી પ્રતિમા જ્યારે બરાબર ઘડાઈ ગષ્ટ, તેને ઘસીને લીસી કરવામાં આવી અને તે તેજસ્વી અને વિચિત્ર જણાવા લાગી ત્યારે બાલચંદ્ર મુનિએ તુરતજ તેને કેાઈ મુખ્ય સ્થાને લેવડાવી લીધી. ૧૯૧ તે વખતે કેટલાએક ખળપુરૂ, જેઓ કળિયુગના પ્રભાવથી અસહનશીલ હતા તેઓ, ધર્મકાર્યમાં પણ ઇર્ષા કરવા લાગ્યા. કેમકે ખળપુરુષો તેવાજ હોય છે. ૧૯૨ કળિયુબ તે ખળની પેઠે જ અનાર્યપણથી જ ભરેલ છે અને સજજનેમાં કેદ પ્રકારનો દોષ ન હોવા છતાં પણ તેઓ પર દોષારોપ કરે છે. ૧૯૩ આવા કારણથી કેટલાએક સજજને પણ કળિયુગમાં રહેવાના સંસગથી તેના સ્વભાવને પામે છે. કેમકે આંબે પણ લીંબડાના સંગથી શું કડવો થતો નથી ? ૧૯૪ પરંતુ પવિત્રાત્મા દેશલના પુણ્ય પ્રતાપથી, સાહણપાલના બુદ્ધિવૈભવથી તથા સમરસિંહના સત્ત્વથી તે ખળપુરુષો પણ પિતાની મેળે જ આવીને હર્ષ પૂર્ણ થઈને સાધુ (દેશલ) ઉપરની દુર્જનતાથી રહીત થયા અને ઉલટા તેનું કાર્ય કરનારા થઈ પડ્યા. ૧૯૫–૧૯૪પછી ભાલચંદ્ર મનિએ ભગવાનની પ્રતિમાને મૂળસ્થાને મૂકીને શ્રીપાટણનગરમાં સાધુ દેશલને ખબર મેકલી. ૧૯૭ એટલ દેશલ આનંદ પામીને પિતાના પુત્ર સમરને કહ્યું કે હે પુત્ર! બિંબ તૈયાર થઈ ગયું છે અને તેને પોતાને સ્થાને હાલ મૂક્યું છે, જેથી આપણી ઈચ્છા હવે સિદ્ધ થઈ છે. ૧૯ માટે ચાર પ્રકારના સંધની સાથે ત્યાં યાત્રાએ જઇને જો આપણે તેની પ્રતિષ્ઠા કરીએ તે ખરેખર કૃતકૃત્ય થઈએ. ૧૯૯ આગલી વાત થયા પછી તે બન્ને પિતા પુત્ર પિષધશાળામાં ગુરુ શ્રીસિદ્ધસૂરિને વંદન કરવા માટે ગયા. ૨૦૦ ત્યાં જઈને તેઓએ પ્રણામપૂર્વક કહ્યું કે, આપ પૂજ્યના ઉપદેશ રૂપ જળસિંચનથી અમારું આશારૂપી વૃક્ષ અંકુરિત થયું હતું તે નિરંતર આપનાં ઉપદેશામૃતથી સિંચાઈ સિંચાઇને હાલમાં બિંબના
( ૧૮૪ )
For Private and Personal Use Only