________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ ગળથી કલિયુગનો સમૂળગો નાશ થતો ચાલ્યો. ૧૬૩ માર્ગમાં જતાં જ્યાં સપાટ પ્રદેશ આવતો હતો ત્યાં તેની પાછળ ચાલનારા લેકે ધારતા હતા કે હવે તો બે કેશ સુધી આ ગાડું દેડતું જશે, ૧૬૪ પરંતુ એ સ્થળે દેવના પ્રતાપથી એક પગલું પણ તે ગાડું આગળ (વધારે) ચાલતું ન હતું અને જ્યાં વિષમ (ચડઉતર) માર્ગ આવતો હતો તેમજ રેતીથી ભરપૂર હોઈને ચઢતો માર્ગ જણાતા હતો ત્યાં તેની પાછળ ચાલનારા લેકે ધારતા હતા કે આ સ્થળે તો એક કેશને માર્ગ હોવા છતાં આ ગાડું ભાગ્યે દશેક દિવસે જ આગળ નીકળશે, પણ તેને રથળે તે ચુનાની છાબંધ જમીન ઉપર જેમ ગોળી દોડી જાય તેમ તે ગાડું અનાયાસે લગભગ ચાર કેશ જેટલું આગળ નીકળી જતું હતું. ૧૬-૧૮ એ રીતે માને કાપે જતી અને લોકો વડે હંમેશાં પૂજાતી તે શિલા શત્રુંજય પર્વતની તળેટીમાં જઈ પહોંચી. ૧૬૭
* ફલહીનું શત્રુંજય ઉપર ચઢાવવું.
તે વખતે પાદલિપ્ત ( પાલીતાણું ) નગરનાં સંઘે તેનો પ્રવેશ મહત્સવ કર્યો અને સાધુ દેશલના પરિવારે અવિચ્છિન્ન વધામણું કર્યું. ૧૭” તે પછી વધામણું કરનારા માણસોએ તેજ સમયે સાધુ દેશલ પાસે જઈને ખબર આપી કે, શિલાપાટ શત્રુંજય પર્વતની સમીપ જઈ પહોંચી છે. ૧૧ આ વાત સાંભળીને સાધુ દેશલે પણ તે જ સમયે, એ માણસને ત્યાંથી પાછા મોકલીને સંદેશો કહાવ્યો કે, શિલાપાટને પવર્તની ઉપરના ભાગમાં ચઢાવી દે.”
૭૨ તેમજ સર્વ કળા જ્ઞાનમાં કુશળ ધરાવનારા સેળ કુશળ કારીગરોને પ્રતિમા ઘડવા માટે પાટણમાંથી રવાના કર્યા. ૧૭૩ વળી જેને નવ સોરઠ દેશના અધિપતિ મંડલિક રા‘કાકા’ કહેતા હતા તે બાલચંદ્ર નામને મુનિને જૂનાગઢથી દેશલે માણસ મેલીને સત્વર શત્રુંજય ઉપર તેડાવ્યા. ૧૭૪-૬૭૫ અલ્પજ્ઞાનરૂપી અંધકારથી
( ૧૮૨ )
For Private and Personal Use Only