________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલી મંગાવવી થઈ ગયાં. પછી તેણે કુંકુમ, કપૂર તથા ચંદન વગેરેથી શિલાપાટની પૂજા કરી. ૧૫ ? તે વખતે હજારે ગવૈયાઓ તથા હજારો સ્તુતિપાઠકે ત્યાં એકઠા મળ્યા હતા, જેથી સમરસિંહે પિતાની આજ્ઞા પ્રમાણે વસ્ત્ર વગેરે આપીને તેઓનું સન્માન કર્યું. ૧૫૨ બીજા લેકોએ પણ ચપ, આસોપાલવ, કેવડો તથા બેરસળી-વગેરે પુષ્પથી અત્યંત પ્રસન્નચિત્ત તે શિલાપાટનું પૂજન કર્યું. ૧૫૩ અને “ભવિષ્યકાળની વસ્તુમાં ભૂતવ ઉપચાર થઈ શકે છે આવા વ્યાકરણ શાસ્ત્રનાં વચનને તેઓએ સત્ય કરી બતાવ્યું. અને તે શિલાપાટને ભવિષ્યમાં થનારા જિન માની માણસો પૂજવા લાગ્યા ૧૫૪વળી તે વખતે વાદિત્રોના ધ્વનિઓથી, ગીતગાનના શબ્દોથી અને કોના કોલાહલથી અત્યંત ગાજી રહેલી દિશાઓ જાણે દેશનાં ગુણગાન કરતી હોય તેમ લાગતું હતું. ૧૫૫વળી તે સમયે પાટણનગરમાં તેવો કોઈ પણ બાળક, યુવાન કે વૃદ્ધ મનુષ્ય ન હતો, જેણે એ શિલાપાટનાં દર્શન કયો ન હેય. સર્વ મનુષ્ય પણ એકી સાથે આનંદ પામીને સાધુ દેશલને તથા તેના પુત્રને ધર્ણોદ્ધારક તરીકે સ્તુતિપાઠકની પેઠે સ્તવી રહ્યા હતા. ૧૫૬ પછી દેશલે સર્વને સમાન રીતે ભેજન આપ્યું તથા પરમ હર્ષથી સાધર્મિકેનું વાત્સલ્ય કર્યું.૧૫૭-૧૫૮તેમજ સર્વ કારીગરોને, માર્ગ સાફ કરનારાઓને, સાથે આવેલાં બીજા માણસોને, બળદોને તથા સારથિઓને પણ સુવર્ણના અલંકાર વગેરે આપીને સતિષ્ણા.૧પ૯પછી ઠેકઠેકાણે ભાટચારણેએ ગવાતી પિતાની ગુણુવલીને સાંભળતા દેશલે શિલાપાટને આગળ ચલાવી અને પોતે પોતાના ગુરુ, કેટલાએક સ્તુતિપાઠક તથા બીજા લોકોની સાથે પોતાને ઘેર આવ્યા. ૧૬ ૦–૧ ૬૧ પેલી શિલાપાટ પણ દરેક ગામ, દરેક નગર તથા દરેક ગોકુળમાં થઈને પાટણ તરફ ચાલવા લાગી અને માર્ગમાં તે તે ગામ-નગરોના સંઘએ સ્પર્ધાપૂર્વક આવીને તેની પૂજા કરવા માંડી. ૧૬૨ તે પછી એ શિલાપાટ જેમ જેમ આગળ ચાલવા માંડી તેમ તેમ તેના આ
( ૧૮૧ )
For Private and Personal Use Only