________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
મનુષ્યની ઉચ્ચપદે સ્થિતિ થતી નથી ? ૨૬૨ સંઘથી વીંટાયેલ દેશલ પણ તે વેળા પાલખી ઉપર બેસીને દેવાલયની આગળ ચાલતો હતો અને સંધને નાયક બન્યો હતો. ૨૩ સમરસિંહ પણ ઘોડેસ્વારોથી વીંટાઇને ઘોડેસ્વાર થયો હતો અને ઉચ્ચ શ્રવા ઉપર બેઠેલા ઇન્દ્રની પેઠે અદ્દભુત શોભાવાળો થઈ આગળ ચાલતા હતા. ર૬૪ એ વખતે મહાભેરી નામના વાદિના ઉગ્ર શબ્દો થઈ રહ્યા હતા, તેમજ કાટલાંના ધ્વનિ સંભળાતા હતા, જેથી ભયથી ત્રાસ પામેલ કલિકાળ ત્યાંથી બીજે સ્થલે ચાલ્યો ગયો હોય તેમ લાગતું હતું ૨૬૫ વળી બીજા પણ ગંભીર શબ્દ કરનારાં અસંખ્ય વાદિ વાગતાં હતાં, જેથી લકે માનતાં હતાં કે, સત્યયુગનો પ્રવેશોત્સવ શું થઈ રહ્યો છે !! કે અરે! કેટલાએક અનાર્ય મનુષ્યો પણ જેઓ અમંગળભાવવાળા હતા તેઓ એ ઉત્સવ જેઈને ધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને ભકિકભાવને પ્રાપ્ત થયા. ૨૬૭ લોકના કોલાહલથી ઉડેલાં પક્ષીઓ પણ આકાશમાં ઉચે જઈ તે પ્રસ્થાનમહોત્સવને જોઈ રહ્યાં હતાં. ૨૬૮ અને તિર્યંચ પ્રાણીઓ પણ તે વખતનાં મંગળગીતને સાંભળીને શાંતિપૂર્વક જાણે નૃત્ય કરતાં અને પ્રસન્ન થયાં હોય તેમ તે ઉત્સવને જોઈ રહ્યા હતા એ રીતે પગલે પગલે વંદન કરાતું તથા ઘેર ઘેર પૂજાતું એ દેવાલય, પહેલે દિવસે શંખારિકા સુધી ગયું અને ત્યાં દેવાલયે તથા સંધપતિ દેશલે સ્થિતિ કરી એટલે સમરસિંહ સંધની સાથે ફરી પાટણમાં ગયે. ૨૭૦-૨૭૧ ત્યાં જઈને સંધની સાથે તે પૌષધશાળામાં ગયા અને યાત્રા માટે સર્વ આચાર્ય મહારાજેને ક્ષમાશ્રમણ આપીને પ્રાર્થના કરી તેમજ શ્રાવકને પણ સંધસહિત તેઓને ઘેર જઇને આદરપૂર્વક પ્રાર્થના કરી; વળી કેટલાએક જેઓ ઉત્સવને માટે ઉત્સુક હતા અને યાત્રાના રસના આનંદને ધારણ કરનારા હતા તેઓને પણ તેણે બોલાવ્યા.૨૭-૨૭૫
( ૧૦ )
For Private and Personal Use Only