________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
સમગ્ર યાચકને પણ પુષ્કળ દાન આપી તેણે સંતોષ્યા. 9 એ પ્રમાણે વધામણું કરીને દેશલે સંઘ આગળ બે હાથ જોડી આવી વિનતિ કરી કે, સંધના આદેશની કૃપાથી મૂળનાયકની મૂર્તિ માટે એક નિર્દોષ શિલાપાટ તૈયાર થઈ ગઈ છે. માટે તેમાંથી હું પ્રતિમા કરાવું કે વસ્તુપાલ મંત્રીએ આણેલી શિલામાંથી કરાવું? આ વિષે સંધ ફરી મારા પર કૃપા કરીને મને આજ્ઞા આપે.”૭૪ તે સાંભળી સાથે પ્રથમ જે પ્રમાણે કહ્યું હતું તેજ પ્રમાણે હ્યું. કેમકે સજજનોનું વચન પત્થર ઉપરની રેખાની પેઠે કદી અન્યથા થતું નથીબદલાતું નથી. તે સમયે સંધના આગેવાન પુરુષોએ સમરસિંહને કહ્યું કે, હે સાધુ! શત્રુંજય ઉપરનાં સર્વ દેવમંદિરને ઉદ્ધાર કરાવો જોઈએ. કેમકે, મ્લેચ્છ લેકેએ મુખ્ય દેરાસરને તે નાશ કર્યો છે, પણ તેની આસપાસ રહેલી સર્વ દેહરીઓ સુદ્ધાંને પણ નાશ કર્યો છે. માટે આપણે બધાય આ પુણ્યકર્મની વહેંચણું કરી લઈએ અને સમસ્ત સંઘ તે કર્મ કરવા માટે સર્વને સૂચના આપે.૭૮ આ સાંભળી તેઓમાં કઈ એક પુણ્યવાન પુરુષ બોલી ઉઠે કે, શત્રુંજય ઉપરના મુખ્ય દેરાસરને હું ઉદ્ધાર કરાવીશ, માટે સંધ તે વિષે મને અનુમતિ આપે. ત્યારે સંધ બોલે –“જે પુરુષ પ્રતિમા કરાવનાર છે તેજ મુખ્ય દેરાસરને ઉહાર પણ ભલે કરાવે, કેમકે જેનું ભોજન હોય તેનું જ પાના બીડું તે યોગ્ય ગણાય.૮° આ વાતને એ પ્રમાણેજ નિર્ણય થયા. તે પછી સંધે તે તે ધર્મકૃત્યની કેટલાએક મુખ્ય પુરુષોને વહેંચણી કરી આપી.-૧ અને પછી સર્વેએ સંઘને તથા સંધના વચનને પ્રમાણ કરીને પોતપોતાને સોંપવામાં આવેલ કાર્ય કરવામાં ઉત્સાહ બતાવ્યો ને સા સેને ઘેર ગયા. સાધુ દેશલ પણ પ્રભુના આદેશની પેઠે સંધના તે આદેશને પ્રાપ્ત કરી કેવળ આનંદમગ્ન
( ૧૭૪).
For Private and Personal Use Only