________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
પ્રસન્ન કર્યા.૪૬ તેમજ બીજી તરફથી મહોત્સવ ચાલુ કરીને સમરસિંહના સેવકોએ, યાચકને ઇચ્છિત દાન પણ આપ્યાં. ઉપરાંત
ગીઓ તથા રખડતાં ભીખારૂ વગેરેને માટે બીજા ચિંતામણિ સમાન સાર્વજનિક સત્રાલયો (અન્નસત્રો) પણ તેઓએ ખુલ્લો મૂક્યાં ૪૮ એ રીતે સર્વ સમારંભ શરૂ કરાવ્યા પછી પોતાના મંત્રીને ત્યાં રાખીને શ્રીમાન મહીપાલદેવ ત્રિસંગમનગરમાં પાછો આવ્યો.૪૯ મહિપાલદેવ અને સમરસિંહ હમેશાં મોકલેલા માણસના જવાઆવવાથી ખબર જાણતા હતા અને કામની સૂચના પણ મોકલતા હતા.
બીજી તરફથી કારીગરોએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક ખાણ ખોદવાને આરંભ કર્યો જેથી અહ૫ દિવસમાંજ તેઓએ એક શિલાની પાટ બહાર કાઢી.૧ પાણીથી ભીની કરીને એ શિલાની પાટને તેઓએ જોઈ ત્યારે તેના મધ્ય વિભાગમાં જ એક સીધી ફાટ તેઓના જોવામાં આવી, -શિલાને વચ્ચેથીજ તેઓએ ચીરાયલી જોઈ. આ વાત સમરસિંહના જાણવામાં આવી એટલે તેણે (સમાચાર કહેવા માટે) પિતાની પાસે આવેલા માણસોદ્વારા કહેવરાવ્યું કે બીજી નવી શિલા કઢાવે.
૩ સમરસિંહના એ કહેવા પ્રમાણે કારીગરોએ ફરીથી એકદમ ઝડપથી શિલા કાઢવાનો આરંભ કર્યો, પણ ઘણીજ ઉતાવળ કરવાથી પાછી બીજી શિલા પણ બે કકડાના રૂપમાં જ બહાર આવી. તે જોઈ રાણાના મંત્રી તથા સમરસિંહના સેવકે ખિન્ન થયા અને અઠ્ઠમ તપ કરવાનો નિશ્ચય કરી દર્ભના આસન ઉપર સંથારો કર્યો. તે પછી ત્રીજી રાત્રે શાસનદેવતા તથા કપર્દી યક્ષ પ્રકટ થઈને મંત્રીને કહેવા લાગ્યાં કે, હે મંત્રીશ્વર ! તું સર્વ શ્રાવકોમાં શિરોમણિ છે અને જૈનધર્મને જાણકાર છે, છતાં તે આવું અજ્ઞાનીના જેવું આચરણ કેમ કર્યું ? અમે બન્ને તારાં સાધમિક છીએ, છતાં તે અમારું સ્મરણ પણ કર્યું નહિ અને આ કાર્યને આરંભ કર્યો; આમ કરવું
( ૧૭૨ )
For Private and Personal Use Only