________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
તેલની ધારાઓ પાડવામાં આવતી હતી. આ રીતે મોટા આરંભથી તે શિલાપાટને મંત્રીએ ઉતરાવી. દર-૯૪ એ મહાન રથ કુમારસેના નામના ગામને ઉપવનની સપાટ જમીન પર જ્યારે આવ્યો ત્યારે ત્યાંથી લગાર પણ આગળ ચાલ્યો નહિ. ૯૫ તે સમયે ત્રિસંગમપુર વગેરે સ્થાનમાં રહેનારા સાથે ત્યાં આવીને અન્યની સ્પર્ધાપૂર્વક મોટાં ઉસો કરાવ્યા.૯૬ બીજી તરફથી મંત્રીએ પાટણ નગર તરફ એક માણસને મોકલીને સાધુને ખબર કહેવરાવી કે, પ્રતિમા માટેની શિલાપાટ કુમારસેના ગામ સુધી આવી પહોંચી છે. આ સાંભળીને રામરસિંહ પણ મેધને ધ્વનિ સાંભળીને જેમ મયૂર પ્રસન્ન થાય તેમ પ્રસન્ન થયો.૯૮ પછી તેણે ઉત્તમ બળદ લાવવા માટે પ્રત્યેક ગામે પિતાનાં માણસો મેકલી દીધાં, ને માણસોએ પણ સર્વ ઠેકાણે તપાસ કરવા માંડી ત્યારે પિતપિતાના ગામમાં જેને બળવાન બળદ હતા તેને લઈને સર્વ લેક સમરસાધુ પાસે આવવા લાગ્યા.૦ • તેમાં કેટલાએક ખેડુતો હતા, કેટલાએક રજપૂતો હતા, કેટલાએક બ્રાહ્મણે હતા અને કેટલાએક શ્રાવકે હતા. તેઓ સર્વે અત્યંત સ્પર્ધાપૂર્વક પોતપોતાના બળદોને સમરસિંહ પાસે મૂક્તા હતા. સાધુ સમરસિંહ પણ તે બળદેની ઘણી મોટી કીંમત આપતો હતો. તે જોઈને કેટલાક મિથ્યાદષ્ટિ મનુષ્યો પણ આ પ્રમાણે કહેતા હતા -૧૦ “અહો ! ધન્ય છે આ ગૂર્જરભૂમિને, જેમાં ધર્મમંદિરના સૂત્રને ધારણ કરનાર સાધુ શ્રેષ્ઠ સમરસિંહ રહે છે. ૧૦૩ જે આ સમરસિંહ ન હત તે આજકાલના સમયમાં લેઓએ નાશ પમાડેલા શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કેમ થાત ૧૦૪ અહો ! ધન્ય છે સમરસિંહની માતાને, જેણીએ રોહણાચળની ભૂમિ જેમ રત્નને જન્મ આપે છે તેમ, જગતના ભૂષણરૂપ સમરસિંહ પુત્રને જન્મ આપ્યો છે. ૦૫ તેમજ ધન્ય છે સમરસિંહના પિતાને
( ૧૭૬ )
For Private and Personal Use Only