________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
બની રહ્યો.૮૩ તેણે ફરી પણ પાતાક મંત્રી પાસે કેટલુંક ધન તથા સેવાને રવાના ક્ય. કેમકે તેવા કાર્યને આરંભ કરીને કયો પુરુષ ધનના ખર્ચની ગણત્રી કરે ૮૪ બીજી તરફ પાતાક મંત્રીએ પણ જ્યારે તે નિર્દોષ શિલાપાટ ખાણમાંથી નીકળી ત્યારે, કારીગરને સુવર્ણનાં કંકણ તથા વસ્ત્ર વગેરેનાં દાન આપીને સંખ્યા. પ રાજા મહીપાલ પણ તે બિંબશિલાને નીકળેલી સાંભળીને તેને વધાવવા માટે આનંદપૂર્વક પોતાના નગરમાંથી તે ખાણ ઉપર આવ્યો.૮૬ તેણે તે પ્રત્યક્ષ ભગવાન નીકળ્યા હોય તેમ માની લઇને કસ્તુરી, કપૂર તથા પુષ્પો વગેરેથી તે શિલાપાટનું પૂજન કર્યું. મેટાં મોટાં દાને આપ્યાં, નૃત્ય તથા સંગીતને આરંભ કરાવ્યો, એકઠાં મળેલાં લોકોને પાનબીડાં અર્પણ કર્યો અને તે નિમિત્તે મોટો ઉત્સવ કરા.૯૮ તે પછી કારીગરોઠારા તે શિલાપાટને રાજાએ ખાણ ઉપરથી નીચે ઉતરાવી અને આરાસણમાં તેને પ્રવેશ મહત્સવ કરાવ્યો. તે સમયે આરાસણની પાસે આવેલાં ગામડાંઓમાંથી અનેક ભાવિક લે ત્યાં આવ્યા હતા અને તે શિલાપાટની કપૂર પૂષ્પ વગેરેથી પૂજા કરી રહ્યા હતા. બીજા શ્રાવકેએ પણ ગીત ગાન કરીને, મહા ગંભીર શબ્દોવાળાં વાદિ વગડાવીને તથા હર્ષના કોલાહલ કરીને સર્વ પ્રદેશને કેવળ શબ્દમય કરી મૂકયો હતો.૯૧ તે પછી પોતાક મંત્રીને સર્વ યોગ્ય ભલામણ કરીને રાજા મહીપાલદેવ પિતાના નગરમાં ગયો અને મંત્રી પાતાકે મેટા એક રથ ઉપર તે શિલાને ચઢાવીને પર્વત ઉપરથી નીચે ઉતરાવી. તે વખતે તેના આગળ પાછળના માર્ગમાં અનેક પુરુષો વળગેલા હતા, બળવાન ધોળા બળદ તેને ખેંચી રહ્યા હતા, માર્ગમાં પગલે પગલે કદાળી વાળાં માણસો (ખાડા-ખડીયાવાળી જમીનને) ખોદી રહ્યા હતા અને રથનાં બન્ને પૈડાંઓની ધરીઓ ઉપર અવિચ્છિન્ન રીતે
( ૧૭૫)
For Private and Personal Use Only