________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિંબ માટે ફલહી મંગાવવી
તે તને ચોગ્ય હતું ૫૭-૫૬ જે કે આ કાર્યસિદ્ધિમાં તે સમસિંહનું ભાગ્યે જ સતત અવિચ્છિન્ન છે-જામત છે; અને તેજ સર્વત્ર પ્રમાણભૂત છે;૫૯ તો પણ હવે તમે આ પ્રદેશમાંથી બિંબશિલાને બહાર કાઢો.” આમ કહીને તે સ્થાન બતાવી તેઓ બન્ને ક્ષણવારમાં અંતહિત થઈ ગયાં. બીજે દિવસે પ્રાત:કાળમાં મંત્રીએ તથા સમરસિંહના સેવકોએ કપદયનું તથા શાસનદેવીનું પૂજન કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું. અને તેઓએ બતાવેલા સ્થાને કારીગરોએ આનંદપૂર્વક ખોદવા માંડયું. એટલે તુરતજ દેવના પ્રભાવથી તે સ્થળે સૂત્રધારના હાથને ૨પર્શ થતાંજ એક શિલા બહાર નીકળી આવી. ૩ એ શિલા ચંદ્રનાં કિરણો જેવી સ્વરછ હતી, સ્ફટિક મણિના જેવી ઉજજવળ હતી અને સમરસિંહનું પ્રત્યક્ષ પુણ્ય હોય તેવી દેખાતી હતી. કારીગરોએ તે શિલાને પણ જળમાં પલાળી જોઈ અને તેને પણ નિર્દોષ લેવાનો નિશ્ચય કર્યો. પછી તેમાંથી તેઓએ એક બિંબને ગ્ય પાટ ઘડી કાઢી. ૬૫ તે સમયે મંત્રીશ્વરે એક શિલા શુદ્ધ નીકળી છે અને તેમાંથી એક પાટ પણ ઘડાઇ ચૂકી છે” આવી ખબર એક માણસઠારા સમરસિંહ તરફ મોકલી આપી.૬૬ એટલે તે માણસે પાટનગરમાં જઈને દેશલને તથા તેના પુત્રને શિલાપાટની સિદ્ધિ વિષે વધામણી આપી. તે સાંભળી દેશલે પણ વધામણી લાવનારા માણસને બે રેશમી વસ્ત્ર તથા સુવર્ણના દાંત સાથે સુવર્ણની એક જીભ ભેટ તરીકે આપી. ૬૮ અને પછી મોટા આચાર્યોને, સાધુઓને, સાધ્વીઓને, શ્રાવકેને તથા શ્રાવિકાઓને એકત્ર કરી મહત્સવનો આરંભ કર્યો. વળી તેણે ભાતભાતનાં કીંમતી વો, સુવર્ણને અલંકારે, પાનબીડાં તથા હારતેરા અર્પણ કરીને યથાયોગ્ય રીતે સંઘનું સ્વાગત કર્યું. અને જે સ્તુતિપાઠકે તથા ગવૈયાઓ સ્તુતિપાદનાં ચરણો ચોતરફ ગાઇ રહ્યા હતા તેઓને તયા
( ૧૭૩ )
For Private and Personal Use Only