________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
કારીગરને બોલાવ્યો એટલે તે પણ તુરત શત્રુંજય પર્વતથી ત્યાં આવ્યો.૨૩ એટલે મંત્રીએ તેને પૂછયું કે, હે સૂત્રધાર ! આ દેરાસર જેવું તૈયાર થયું કે તુરતજ તૂટી પડયું તેમાં શું કારણ છે ? ૨૩૬ આના ઉત્તરમાં કારીગરે કહ્યું કે, આપણે બાંધેલા તે દેરાસરને ઘુમટ બાંધવામાં આવશે જેથી તેના અંદરના ભાગમાં વાયુ પ્રવેશ કરીને ઘણાજ જેરથી ઘેરાયા કરતો હતો અને તેથી જ દેરાસર તૂટી પડેલું છે. ૨૩૭ આ સાંભળી મંત્રીએ કહ્યું –“ જે એમજ હતું તે પછી શું મટવાળું દેરારાર કેમ બાંધ્યું?” મંત્રીએ તે પ્રશ્ન કર્યો એટલે મહાબુદ્ધિમાન પેલા કારીગરે ઉત્તર આપ્યો કે,
હે દેવ ! જે ઘુંમટવાળું દેરાસર બાંધવામાં ન આવે તો તેને બંધાવનાર પુરુષને વંશ અતિ અલ્પ સંતતિવાળો થાય-લગભગ તેને નિર્વેશ જાય. ૨૭૮-૨૪૦ તે સાંભળી મનને સ્વસ્થ કરી મંત્રી બોલ્યો --“રે ભાઈમોક્ષનું કારણ શું સંતતિ છે? (નહિ જ) પિતાનું પુણ્ય એજ જીવને સ્વર્ગ કે મેક્ષમાં લઈ જાય છે. માટે જા. ફરીથી મૂળભાગમાંથી જ દેરાસરને મજબુત અને નક્કર તૈયાર કરઅને મારી કીર્તિરૂપ સંતતિને જેમ બને તેમ શાશ્વતી કર. ૨૪૧- ૨૪ ૨ પેલો કારીગર પણ મંત્રીની એ આજ્ઞા પ્રાપ્ત કરીને રાજ્ય પર્વત પર ગયો અને થોડા જ દિવસમાં તેણે મજબૂત અને નક્કર દેરાસર પૂર્ણ કર્યું. ૨૪૩ એ રીતે દેરાસર સંપૂર્ણ તૈયાર થયું એટલે શ્રીમંત મંત્રી વાલ્મટ, પિોતાના સ્વામીની રજા લઈ શત્રુંજ્યની યાત્રા કરવા ચાલી નીકળ્યો. ૨૪૪ તે વેળા વારિત્રોના વનિઓથી સમગ્ર દિશાઓને તેણે ગજાવી મૂકી હતી, આચાર્યો વગેરે સંધ તેની સાથે હતો અને તેને દેખાવ બીજા ચક્રવર્તી જે જ જણાતું હતું. ૨૪૫ ત્યાં જઈને તેણે અલિત અન્નસત્ર ખુલ્લાં મૂકયાં, મોટા ઉત્સવોને આરંભ કર્યો અને ચેત્યની પ્રતિષ્ઠાપૂર્વક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી.૪૬ ખરેખર એ મહાતીર્થમાં
(૧૬૦)
For Private and Personal Use Only