________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
તાપૂર્વક શુભ ધ્યાનથી યુક્ત થઈ, પરમેષ્ઠી નમસ્કાર પિતેજ ઉચ્ચાર કરતો એ મંત્રી પ્રાણ ત્યાગ કરી સ્વર્ગે ગયો. ૨૧૪ સાધુવેષને ધારણ કરનારા પેલા રઝળતા વંઠ મનુષ્ય પણ અમૂલ્ય ચિંતામણિ સમાન તે સાધુવેષને અકસ્માત પ્રાપ્ત કરી પુનઃ તેને દુર્લભ માનીને તેને ત્યાગ કર્યો નહિ, ૨૧૫ પણ દેઈ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક તેણે દીક્ષા લીધી અને નિર્મળ ચિત્તથી તેનું પાલન કર્યું. ૨૧૬ મંત્રીઓએ પણ ઉદયનમંત્રીને દેહસંસ્કાર કરી સુરાષ્ટ્ર દેશમાં શેલ્લહસ્ત-(તે નામને કાઈ મુખ્ય મંત્રી હોય અથવા જૈત્રસિંહ રાજાને પુત્ર હેય) ને રાજાની આજ્ઞાથી રાજાના પ્રતિનિધિ તરીકે સ્થાપે ૨૧૭ પછી બીજા સર્વ મંત્રીઓ, સૈન્યને સાથે લઈ, પાટણ નગરમાં આવી પહોંચ્યા અને તેઓએ જૈત્રસિંહરાજાનું સર્વસ્વ રાજ જયસિંહને અર્પણ કર્યું.૨૧૮તે સમયે રાજાએ પણ ત્યાંથી આવેલી તે ભેટ સામે દૃષ્ટિ સરખી પણ ન કરી. તેનાં નેત્રોમાં મંત્રીના દુઃખથી અશ્રુઓ ઉભરાઈ નીકળ્યાં. ૨૧૯ પછી રાજાએ તે સર્વ ભેટ ઉદયનના પુત્ર વાલ્મટને અર્પણ કરી દીધી; ઉપરાંત દુર્જનોનાં જાડાં બંધ કરનારી ઉદયને ધારણ કરેલી મંત્રી મુદ્રા તેને અર્પણ કરી. ઉદયનની પેઠે વાલ્મટને પણ પિતાને મંત્રી બનાવ્યો • વાગભટ પણ રાજારૂપ ગુરુ પાસેથી લેક સમૂહમાં સિદ્ધિ કરનારી, પિતાનું શાસન ચલાવનારી તે મંત્રી મુદ્રા પ્રાપ્ત કરીને પ્રજાઓનું એક આશ્રયસ્થાન બને અને દુષ્ટોને શિક્ષા કરનારે થયો. ૨૧ એક દિવસે પેલા મંત્રીઓએ વાલ્મટને પ્રણામ કરીને તેના પિતા ઉદયને જે કહ્યું તે સર્વે જણાવ્યું. ૨૨૫ એટલે વામ્ભટે પણ પિતાના એ બને અભિગ્રહને તે જ સમયે સ્વીકાર કરી લીધો અને પિતાની આજ્ઞામાં રહેનારા કેટલાએક કારીગરોને શત્રુંજય પર્વત પર મોકલ્યા. ૨૨૩ એ કારીગરોએ, શુભ મુહૂર્ત મંદિર ચણવાનું કામ શરૂ કર્યું
(૧૫૮)
For Private and Personal Use Only