________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
સમર અને પ્રસિદ્ધ
હે પ્રભુ ના કરી
છે.
આજ્ઞા આપે એટલે હું સાવધાન થઇને તીર્થોદ્ધારના કૃત્યને સિદ્ધ કરી આપું. ૨૦ પુત્ર તે એજ કહેવાય કે જે કાર્યરૂપ ગાડામાં જોડાઈને તેની ઝુંસરીને ઉપાડી લે અને પિતાના પિતાને એક સારથિરૂપે બનાવી તેના કાર્યભારને પાર પહોંચાડે. ૨૬? તે પછી દેશલે સિંહ સમાન પરાક્રમી તે સમરસિંહ પુત્રને ભાગ્યવાન જાણીને તે કાર્યમાં જેડ્યો. ૨૬૨ એટલે સમરસિંહ પણ પિતાની આજ્ઞા સંપાદન કરીને સાવધાન મનથી ગુરુ શ્રીસિદ્ધરિ પાસે ગયો અને ત્યાં તેમના ચરણમાં નમન કરી તેણે આ પ્રમાણે કહ્યું. ૨૬૩ હે પ્રભુ ! જેથી મારી કાર્ય. સિદ્ધિ તત્કાળ થાય તેવો કોઈ ઉપાય મારા પર કૃપા કરીને તમે બતા.૨૬૪ ત્યારે ગુરુએ પણ કહ્યું કે, જ્યાં સુધી આ કાર્ય તારાથી પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે અમુક અભિગ્રહરૂપ બંધનથી બંધાયેલા રહેવું. તે સાંભળી સાધુ સમારે ગુહાવેશના કલેશથી બુદ્ધિને અલગ કરીને ગુરુ આગળ આવા અભિગ્રહ ગ્રહણ કર્યા.૨૬૫-૨૬ “ જ્યાં સુધી શત્રુંજયને ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચર્યવ્રત પાળીશ, દિવસમાં બે વખત ભેજન કરીશ નહિ. ખેળ, તેલ, અને જળઆ ત્રણ વસ્તુ એકત્ર કરીને સ્નાન કરીશ નહિ, કેવળ એકજ વિકૃતિ ગ્રહણ કરીશ અને પૃથ્વી પર શયન કરીશ.” ૨૬૭–૨૬૮ આવા અભિગ્રહ ગ્રહણ કરીને સાધુ સમરસિંહ જિનમંદિરમાં આવ્યો અને ત્યાં તેના પિતાને તેણે આ પ્રમાણે કહ્યું – ૬૯ “હે તાત! શ્રીમાન સુબા અલપખાનને પ્રસન્ન કરી હું આ તીર્થને ઉદ્ધાર કરવા માટે તેમની પાસેથી આજ્ઞાપત્ર મેળવી લઉ. ૨૭૦ માટે તમે આજ્ઞા કરે, એટલે શ્રેષ્ઠ ભેટ મૂકી હું તેમને પ્રસન્ન કરું. કેમકે કોઈપણ કાર્યસિદ્ધિમાં રાજાની કૃપા એ મુખ્ય કારણ છે.” ૨૭૧ તે સાંભળી એના પિતાએ કહ્યું " હે પુત્ર! પરિણમે શુભ થાય તેવું તને જે કંઈ રુચે તે તું કર. કેમકે, સર્વકાર્યમાં મેં તને જ પ્રમાણ કર્યો છે. ”૨૭૨
(૧૬૨ )
For Private and Personal Use Only