________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪ કેમકે કલિકાળ એ ધર્મને સદા વૈરી જ છે. ૩-૪ આ તીર્થમાં તીર્થનાયકને ઉચ્છેદ થતાં શ્રાવકના સર્વ ધર્મો પણ પૃથ્વી પર જાણે અસ્ત થયા હોય તેમ જણાય છે. તમે વિચાર કરો કે આવા તીર્થ જે વિચ્છેદ થાય તે દ્રવ્યસ્તવના અધિકારી ભાવયુક્ત શ્રાવકે દ્રવ્ય સ્તવનું આરાધન કેવી રીતે કરશે? શાસ્ત્ર કહે છે કે ધર્મના ચાર પ્રકારમાં ભાવનાનું મુખ્ય સ્થાન છે, અને તેના કરતાં મોક્ષરૂપ લક્ષને વૃદ્ધિ પમાડવામાં જળસમાન પ્રભાવના વધારે શ્રેષ્ઠ છે. આ પ્રભાવના યાત્રામાં થઈ શકે છે અને યાત્રા જે તીર્થનાયક હોય તેજ સંભવે છે, માટે સંધ મને અનુણા આપે તે હું આ તીર્થ ઉપર તીર્થનાયકની પ્રતિષ્ઠા કરાવું મંત્રી વસ્તુપાલે મંમાણખાણુથી જે એક શિલા આણેલી છે તે હાલમાં એક ભોંયરામાં અખંડ પડી રહી છે અને તે શિલાને મંત્રીએ સંઘના રક્ષણ તળેજ મૂકી છે, માટે જે સંઘની આજ્ઞા હોય તો તે શિલામાંથી એક મૂળનાયકની પ્રતિમા હું ઘડાવું અથવા બીજી ફલહી મંગાવી ઘડાવું. ?”૯-૧૦
સમરસિંહના એ વચન ઉપર આચાર્ય મહારાજેએ તથા સંધપતિ શ્રાવકોએ પણ મહામહે પ્રથમ વિચાર ચલાવ્યો અને પછી તેઓએ આ પ્રમાણે કહ્યું: “ હે સાધુ રામરસિંહ ! આજકાલ કળિકાળની ભયંકર ઉષ્ણતાથી આ સમગ્ર જગત અત્યંત તપી રહ્યું છે--સંતાપ પામી રહ્યું છે, પણ તેમાં તું એકજ અમૃતના એક તળાવ જેવો શોભે છે. કેમકે આ કળિયુગના દાનવ સૈન્યોથી જે દેવોને વિનાશ થયો છે અને જેઓ ગતપ્રાણુ ગયા છે તેઓને પણ પિતાની શક્તિથી સજીવન કરવાને તું ઇચ્છે છે. ૧૩ હે સાધુ! આવા હેતુથી જ દેશલ પુણ્યશાળીઓમાં મુખ્ય કહેવાય છે. કેમકે આવા કલિકાળમાં પણ તીર્થના ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળો પુત્ર તેને ત્યાં વિરાજે છે. ૧૪તું કહે છે તેમ મંગાણુપર્વતની શિલા જે કે છે, તે પણ તે કેવળ રત્ન
( ૧૬૮ )
For Private and Personal Use Only