________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
પણ આ કાર્યમાં તેને સંમતિ આપી છે:૩૦૮ માટે સાધુ! તીર્થને ઉદ્ધાર કરવામાં હવે તું સત્વર ઉદ્યમ કર. અમે તને ધર્મલાભ આપીએ છીએ, તેના પ્રભાવથી તારી કાર્યસિદ્ધિ નિર્વિલંબે સફળ થાઓ.” ૩૧૦
તે પછી સમરસિંહે કહ્યું કે, શ્રીવાસ્તુપાલ મંત્રીએ મંગાણ પર્વતની એક શિલા પૂર્વે આણેલી છે અને તે શિલાને તેમણે પોતેજ ભેંયરામાં મૂકી રાખી છે, જે હજી પણ અખંડપણે હયાત છે; તો હે પ્રભુ! તેમાંથી એક નવી પ્રતિમા તૈયાર કરવામાં આવે તે કેમ? ૩૧ ૧-૨૧ ર પછી સૂરિએ પણ પુણ્યશાળી દેશલને પિતાની પાસે બોલાવ્યો અને તેને તથા તેના પુત્રને આદરપૂર્વક કહ્યું કે –૩૧૩ પૂર્વે મંત્રી વસ્તુપાલ જે મંમાણુ શિલા લાવ્યા હતા તે હાલમાં સંધના તાબામાં છે; માટે ચારે પ્રકારના સંઘની સંમતિ લઈને તેમાંથી એક પ્રતિમા કરાવીને તેની મૂળનાયક તરીકે શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરી શકાય. ૩૧૪-૩૧૫ વળી એવો નિયમ છે કે, સર્વ પ્રકારનાં ધર્મકાર્ય હમેશાં સંઘની સંમતિથીજ કરવાં, કેમકે તેથી તે સફળ થાય છે અને વિશેષ કરી આવા ધર્મકાર્યમાં તો આવું જોવાય છે. ૩૧૬ ગુરુની એ વાણું સાંભળીને દેશલે તથા સમરે તેમ કરવા કબુલ કર્યું અને ભવિષ્યના કાર્યનો વિચાર કરવામાં ઉત્કંઠિત થઈને પ્રસન્ન ચિત્તે તેઓ પિતાને ઘેર ગયા.૩૧૭
તૃતીય પ્રસ્તાવ સમાપ્ત.
( ૧૬૬)
For Private and Personal Use Only