________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩ ત્યાં જઈને બીચારાં ગરીબ મનુષ્યોને ભોજન વગેરે આપીને તેમજ બીજી જે કોઈ ઈચ્છા હોય તે સર્વ પૂર્ણ કરીને તેઓને પ્રસન્ન કરે છે. ૨૮૫ માટે જે તમે આજ્ઞા આપો તો હું તેને ઉદ્ધાર કરાવું. આ તીર્થને પ્રથમ નાશ કરીને તેમજ પાછી તેની પ્રવૃત્તિ કરીને તમેજ એના નવીન વિધાતા બનો.” ૨૮૬ આ સાંભળી અલપખાન પણ સમર ઉપર પ્રસન્ન થયો. તેણે કહ્યું કે, હું તારા પર પ્રસન્ન થયો છું, ભલે, તું તારી ઈચ્છામાં આવે તેમ કર ”૨૮૭ તે પછી ફરી પણ સમરસિહે કહ્યું કે, હે સ્વામિન્ ! જે તમે પ્રસન્ન થયા હો તો એને માટે એક પ્રમાણપત્ર (પરવાને) લખી આપે, જેથી મારૂં આ કાર્ય નિર્વિધને પૂર્ણ થાય. ૨૮૮ આ સાંભળી ગુજરાત ભૂમિના અધિપતિ અલપખાને પિતાના વડા પ્રધાન બહિરામખાનને સમરસિંહ માટે પરવાને લખી આપવાની આજ્ઞા કરી. ૨૮૯ તેણે પણ સાધુ સમરસિંહ પિતાને પ્રાણ કરતાં પણ અધિક પ્રિય હોવાથી તે આજ્ઞા થતાં જ પરવાને લખી આપવામાં ઘણી જ ખુશી બતાવી. ૨૯૦ પછી તેણે પોતાની ઓફીસમાં જઈને રાજાની આજ્ઞા પ્રમાણે સત્વર અત્યંત માનપૂર્વક સમરસિંહને પરવાને લખી આપે. ૨૯૧ અને તે પરવાને સાથે લઈ બહિરામ સમરસિંહની સાથે આદરપૂર્વક અલપખાનની પાસે આવ્યો. ૨૯૨ અલપખાને પણ તે પરવાને હાથમાં લઈને વાંચી જોયો અને પછી તેણે પિતેજ ફરીથી બહિરામખાનને કહ્યું કે, મસ્તકના ટોપ સહિત એક સુવર્ણની તસરીફા જે મણિ તથા મોતીઓથી ભરેલી હોય તેને સત્વર આપણું ખજાનામાંથી લાવી આપો. ૨૯૩-૨૯૪ પછી બહિરામે ખજાનામાંથી તે તસરીફા લાવીને અલપખાનના હાથમાં આપી એટલે તેણે પોતે જ પાનનું બીડું તેમજ પરવાને સમરસિંહના હાથમાં સેપીને તે તસરીફા પણ તેને અર્પણ કરી અને કહ્યું કે, હે સાધુ! નિર્ભય થઈને તું તારું મન
(૬૬૪)
For Private and Personal Use Only