________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
કરવા લાગ્યું, જેથી રાજાને પ્રાણની પિઠે પ્રિય થઈ પડયો. ૧૬૮ પછી રાજા જયસિંહ રાજ્યની સર્વ ચિતા તે મંત્રીપર મૂકીને પોતે તે કેવળ રાજ્ય સુખજ ભોગવવા લાગ્યો, અને મંત્રી, રાજકારભાર કરવા લાગ્યો. એક સમયે શ્રી સિદ્ધચક્રવત-સિદ્ધરાજે (જયસિંહે) સુરાષ્ટ્ર દેશના પિતાના શત્રુ રાજ જૈત્રસિંહને જિતવા માટે મંત્રીને આજ્ઞા કરી. ૧૭૦ મંત્રી ઉદયન પણ રાજાની આજ્ઞાને હર્ષપૂર્વક સ્વીકારીને ઘડાઓના ખબખબાટથી પૃથ્વીને ધ્રુજાવી મૂકતે ચાલતે થયો. ૧૭૧ તેણે પિતાના તેજથી તથા ચતુરંગી સેનાએ ઉરાડેલી રજથી આકાશમાં સૂર્યને ઢાંકી દીધું અને ઘણીજ ઝડપથી તે કવર્ધમાનપુર નગરે પહોંચી ગયે. ૧૭ર ત્યાંથી પોતાના સૈન્યને જેસિંહની રાજધાની તરફ સ્વાના કરી દઈ મંત્રી ઉદયન, થોડા પરિવારની સાથે શ્રી શત્રુંજ્ય પર્વત ઉપર ગયો. ૧૭૩ ત્યાં તેણે પવિત્ર બુદ્ધિથી શ્રી તીર્થરાજ ભગવાનને પ્રણામ કરી સ્નાન કરાવ્યું અને શ્રેષ્ઠ પુષ્પો તથા વસ્ત્રાલંકારોથી તેમની પૂજા કરી. ૧૭૪ પછી ગવૈયાઓથી ગવાતા જેનગુણના શ્રવણથી અત્યંત ભકિતયુક્ત થઈ હાથમાં આરતિ લઈને તે જ્યારે ભગવાનની આગળ ઉભો ત્યારે એક ઉંદર બળતી દીવાની દીવેટને ભગવાનની પાસેથી લઈ જઈને ભીંતમાં પેસી ગયો. આ દૃશ્ય જોઈને ઉદયને મનમાં વિચાર કર્યો કે, આ કાળના જિનમંદિરમાં આ રીતે કદાચ અગ્નિ લાગે તે ભગવાનની પ્રનિમા પણ જોખમમાં આવી પડે. આ મનમાં વિચાર કરી તેણે સંકલ્પ કર્યો કે, આ દેવમંદિરને મૂળમાંથી જ પત્થરો વડે ચણાવીને હું
જ્યારે સ્થિર કરીશ ત્યારે દિવસમાં બીજી વખત ભોજન લઈશ, અને જ્યારે મારો આ સંકલ્પ પૂર્ણ થશે ત્યારે હું બળ, તેલ તથા જળ એ ત્રણ વસ્તુને એકત્ર કરી સ્નાન કરીશ. ૧૭૫– ૧૭૯ આવી પ્રતિજ્ઞા કરીને
આ વર્ધમાનપુર તે આજનું વઢવાણુ હેવું જોઈએ.
(૧૫૪)
For Private and Personal Use Only