________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારે.
એટલા બધા ઉદ્ધાર થયા છે કે જેઓની સંખ્યા સમુદ્રના જળબિંદુઓની સંખ્યા પ્રમાણે અગણિત છે–ગણ ગણાય તેવી નથી. ૮૮ ૮૯ બીજા તીર્થમાં તપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ તીર્થનાં ભાવપૂર્વક દર્શન માત્રથી જ પ્રાપ્ત કરી શકાય છે. બીજા કોઈ ક્ષેત્રાદિમાં એક કરોડ મનુષ્યોને યથેચ્છ ભોજન કરાવવાથી જે ફળ મેળવી શકાય છે તેજ ફળ આ શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી મેળવી શકાય છે. આ ભૂમંડળ ઉપર બીજાં જે કોઈ તીર્થો સે ટ ગણાય છે તેઓ સર્વનાં આ મહાતીર્થનાં દર્શનથી જ દર્શન થઈ ચૂક્યાં ગણાય છે. ૯૨ આ તીર્થરાજનાં દર્શન જેવાં થાય છે કે તે જ સમયે ભવિષ્યકાળની નરક–તિર્યંચ આદિ દુર્ગતિઓ દૂર થાય છે, તેમજ કુદેવ અથવા કુમનુષ્યગતિનું પણ વારણ થાય છે. હિંસા કરનારા હિંસક પ્રાણુઓ પણ આ તીર્થમાં આવીને ઉભા રહ્યા હોય તે આના પ્રભાવથી જ પાપરહિત થઈને સુગતિને પામે છે. ૯૪ આ શ્રીશત્રુંજય પર્વત ઉપર જઇને જિનેશ્વર ભગવાનનાં જે દર્શન કરવાં તેજ મનુષ્ય જન્મના જીવનનું તથા ધનનું ફળ ગણાય છે. એટલુંજ નહિ પણ આ પર્વત ઉપર જઇને જે કંઈ ઉપાસના, તપ, દાન, શાસ્ત્રાધ્યયન, શીલ તથા જપક્રિયાનું અનુષ્ઠાન કરે છે તેને સદા અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય આ તીર્થમાં માત્ર અંગુઠા જેવડી જ પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે તે અંતે આ લેકમાં ચક્રવર્તી આદિની સમૃદ્ધિ ભેળવીને સ્વર્ગમાં જાય છે. ૭ આ મહાતીર્થમાં કપદી નામનો યક્ષ, શ્રીનાભિનંદન ભગવાનને સેવક થઈ રહ્યો છે અને ભવ્ય જીવોની નિરંતર ભક્તિ કરે છે. ૯૮ હે સાધુસત્તમ દેશલ! આ સર્વોત્તમ તીર્થરાજના પ્રભવનું વર્ણન કરવાને આ જગતમાં કોણ સમર્થ છે ? ૯૯ શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી પણ આ મહાતીર્થ ઉપર રાજા
(૧૪૭)
For Private and Personal Use Only