________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શંખરાજ કથા.
કરી આકાશમાં ગતિ કરે જ છે. તે પછી બહુ સારું, હું મારા શરીરને નાશ કરીને પણ તેને સહાય કરીશ, એમ રાજકુમારે કહ્યું, અથવા સત્ય છે કે, સન્દુરુષોને જન્મ પરાર્થે જ હોય છે.૪૨૪ કુમાર પણ ઉતાવળો ઉતાવળો પેલા યોગી પાસે ગયો અને તેને કહ્યું કે, હું તારી સહાયમાં છું, માટે નિર્ભય થઈને તું તારી વિદ્યાસિદ્ધિ સમાપ્ત કર. ૪૨૫ એમ કહીને તે શંખકુમાર હાથમાં તરવાર લઈ યોગીની પાસે ઉભો રહ્યો એટલે યોગીએ ચિત્તની એકાગ્રતા કરી મહાવિદ્યાનું ધ્યાન કરવા માંડયું. ૨૬ એક ક્ષણ એટલે સમય ગયો કે તુરત જ જાણે બીજે કાળ હોય તે કઈ દુર્જય રાક્ષસ હાથમાં તરવાર લઈ કુમાર આગળ પ્રકટ થયો.૨૭ તેણે ભ્રમર ચઢાવી ભયંકર સ્વરૂપે શંખને તિરસ્કાર કરી કહ્યું કે, અલ્યા એ મૂર્ખ ! શું વિચારીને તું અહીં આવ્યો છે? હું આ યોગીને મારી નાંખીશ, તું સત્વર અહીંથી ચાલ્યો જા. અલ્યા એ ગધેડા ! વ્યર્થ દેખીને ઘેર તું કાં મરે છે ?૪૨-૪ ર પેલે શંખકુમાર ૫ણ સાહસી હતા. તેણે એ રાક્ષસને ઉત્તર આપ્યો કે, સત્યને રક્ષક હું અહીં ઉ છું, તેથી ઈન્દ્ર પોતે પણ પરાભવ કરવાને સમર્થ નથી, તે પછી તું કે માત્ર ૪૩૦ તે સાંભળી રાક્ષસ અત્યંત ક્રોધાયમાન થયો, અને દેવેન્દ્ર સામે જેમ દાનવ ધસી જાય તેમ તરવાર ઉગામીને કુમાર સામે ધસી ગયો, ૪૩૧ રાંખકુમારે પણ સિંહની પેઠે નિર્ભય થઈ હર્ષથી તરવાર ઘુમાવા માંડી, અને હાથી જેવા તે રાક્ષસને મારવા માટે તૈયાર થયો. ૩૨ પેલો રાક્ષસ ઉગ્ર મંડળાકારે તરવાર ઘુમાવી રહ્યો હતો. તેવામાં શંખકુમારે પોતાની તરવારનો પ્રહાર કરી તેની તરવારના બે ટુકડા કરી નાખ્યા. એટલે તુરત જ રાક્ષસે તરવાર ફેંકી દીધી અને શંખકુમારને પિતાની બાથમાં લીધો. શંખકુમારે પણ તરવાર મૂકી દઈ રાક્ષસને બાથમાં ઘાલી
તરવા
ના તદ અને
રાક્ષસને
( ૮૩)
For Private and Personal Use Only