________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
ની સામે ગયે
માતાની પાનાં ગા
કામ કરવામાં સમર્થ એ નોકરને લીધે ગરુડને લીધે જેમ વિષ્ણુ સુખી થાય તેમ, સુખી થ. ૮૩૭ એક સમયે બરાબર ભજનના સમયે તે ગામપતિને ઘેર સાક્ષાત્ ધર્મના જેવા એક માસના ઉપવાસી મુનિ, પારણું કરવાના હેતુથી વહેરવા માટે આવ્યા; ૮૩૮ એટલે જંગમ કલ્પવૃક્ષ જેવા તે મુનિને પોતાને ઘેર આવેલા જોઈ, ગામધણ પ્રસન્ન થયો અને પેલા મુનિની સામે ગયો. ૮૩૯ એ સમયે અત્યંત હર્ષને લીધે તેનાં ગાત્રો પ્રફુલ્લ થયાં અને મુનિને પગમાં પડી તેણે પિતાની પત્નીને આજ્ઞા કરી કે,૮૪૦ હે પ્રિયા ! જે સુંદર દૂધપાક તૈયાર કર્યો છે તે અહીં લાવી અને આ સુપાત્રને તેનું દાન કરકેમકે આવું દાન અનંતગણું થાય છે. ૮૪૧ તે સાંભળી પેલી સ્ત્રી પણ અત્યંત પ્રસન્ન થઈ અને દૂધપાક, સાકર તથા ઘી પેલા સેવક દ્વારા મંગાવીને મુનિ આગળ હાજર કર્યો. ૮૪૨ પછી શુદ્ધ ભાવવાળી તે સ્ત્રી, પોતાના પતિની આજ્ઞા પ્રમાણે પરમ ભકિતપૂર્વક એ શુદ્ધ દૂધપાકનું દાન કરવા માટે તૈયાર થઈ. ૮૪૩ ત્યારે સાધુએ તેની આગળ, સંસાર સમુદ્રથી તરી જવા માટેનું જાણે એક વાહન તૈયાર કર્યું હોય એવું પિતાનું પાત્ર ધર્યું. ૮૪૪ પેલી સ્ત્રીએ પણ સાકર તથા ઘીની સાથે પરમ હર્ષપૂર્વક દૂધપાકનું દાન કર્યું અને તે દાન કરાવનાર તેના પતિએ “આપ આ૫' એમ વારંવાર કહ્યું, ૮૪૫ જેથી દાન કરનારી પેલી સ્ત્રી તથા દાન આપનારો તેને પતિ પ્રસન્ન થયાં અને તેઓએ મનની ઉદારતા, ધનની સંપત્તિ તથા સુપાત્રના યોગથી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. ૮૪૬ વળી દાન આપતાં આપતાં પેલી સ્ત્રી મને ધન્ય છે એમ અત્યંત હર્ષ પામતી હતી તથા દાન ગ્રહણ કરનારે મુનિ પણ આવા પ્રસન્ન મનથી મને દાન અપાય છે એમ માનીને પિતાને ધન્ય માનતો હતો. ૮૪૭ તેમજ પેલા સેવકે પણ હર્ષથી અપાતા તે દાનની “ અહો
( ૧૨૬ )
For Private and Personal Use Only