________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શખરાજની સ્થા.
શંખમુનિને મેક્ષ. એ પ્રમાણે લાંબા કાળ સુધી દીક્ષા પાળીને તથા કેવળજ્ઞાનરૂપ સંપત્તિ સંપાદન કરીને શખમુનિએ અનેક ભવ્ય અને બધ પમાડયો અને આખરે પિતાના મિત્રની સાથે તે મોક્ષે ગયો.૮૯૧ આ શંખરાજાનું ચરિત્ર, ધર્મશ્રવણ કરવામાં પ્રીતિવાળા મનુષ્યોની શ્રવણેન્દ્રિયનું આકર્ષક છે, માટે તેનું શ્રવણ કરી ભવ્ય જીવો કઈ પણું જાતના નિયાણું રહિત એવા દાનધર્મમાં નિરંતર આસકત થાઓ કેમકે, દાનધર્મ મોક્ષસુધી લઈ જનારો છે.૮૯૨
દાનના વિષયમાં શંખરાજાની કથા સમાપ્ત. (ગુરુ આશાધરને કહે છે)
તેમજ શીલ પણ સર્વ કલ્યાણોનું મૂળ છે, માટે વિવેકી પુરુષે તેનું પાલન કરવું. આ શીલના પ્રભાવથી સિંહ, હાથી વગેરે દુર્દમ પ્રાણીઓ પણ વશ થાય છે.૮૯૩ વળી બાર પ્રકારનું જે તપ કહેવામાં આવ્યું છે તેનું પણ વિદ્વાન મનુષ્ય સેવન કરવું, કેમકે તપથી નિકાચિત કર્મોનો પણ નાશ થાય છે. ૮૯૪ તેમજ સ્વચ્છ આશયવાળા પુરુષોએ નિરંતર ભાવના પણ ભાવવી જોઇએ, કેમકે ભાવના ભાવવાથી દાન, શીલ અને તપ સફળ થાય છે. ૮૫ હે પુરુષ ! દાન, શીલ, તપ અને ભાવના–આ ચારેમાં ભાવના સર્વ કરતાં શ્રેષ્ઠ છે અને તે બીજા સર્વને જિતનારી છે–સર્વ કરતાં વિશેષ ફળદાયી છે. માટે ગૃહસ્થાશ્રમીઓએ તીર્થયાત્રા આદિ ધર્મકૃત્યો કરીને ભાવના હમેશાં ભાવવી જોઈએ. વળી તે આશાધર ! સંઘનું અધિપતિપણું પ્રાપ્ત કરવું, કેમકે તે ચક્રવતીઓને પણ દુર્લભ છે. અને તેથી તીર્થકરનું નામ-ગોત્ર પણ મેળવી શકાય છે.”૮૯૭ ગુરુનો આ ઉપદેશ આશાધરના હૃદયમાં વિલેપની પેઠે લાગી ગયો અને તે ઉપદેશમાં મગ્ન થયેલી એની ધર્મબુદ્ધિ નિશ્ચળ
( ૧૩૧ )
For Private and Personal Use Only