________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થનો ભંગ.
રડવા લાગ્યા. એ વખતે એ કઈ બાળક, તરણું કે વૃદ્ધ શ્રાવક અથવા શ્રાવિકા ન હતી કે જેણે (એ વાત સાંભળીને ) પાણી પણ પીધું હોય.૨૩ દેશલ પણ એ વાત સાંભળીને જાણે વજથી હણાયે હેય તેમ (મૂછિત થઇને) પૃથ્વી પર પછડાઈ પડયો અને પછી શીતલ ઉપચાર કરવાથી તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તે આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યો, “અરે! એ કલિયુગ ! તને ધિક્કાર છે, કેમકે તું પાપી છે, ધર્મના વિનિને નાયક છે, તીર્થોને વિનાશક છે અને સત્ય, પવિત્રતા તથા સજજનો પર દોષારોપ કરનાર છે. ૨૫ આહ! એ પાપી! આ શત્રુંજય મહાતીર્થ, જે સંસાર સમુદ્રના પાર પહોંચાડવામાં સમર્થ છે, તેને પણ તે નાશ કર્યો ! ખરેખર આ કલિકાળ, પિશાચના જેવો દુષ્ટબુદ્ધિ છે; કેમકે તે, સંતોષને પ્રાપ્ત થયેલા વિવેક મનુષ્યની પણ વિટંબના કરે છે–તેની પણ આખા જગતમાં ફજેતી કરે છે. ૨૭ જેમ એક શ્યામ કાગડે, પવિત્ર જળથી ભરેલા સુંદર ઘડામાં પોતાની ચાંચ બળીને તેને વટલાવે છે તેમ, આ કળિયુગ પણું પુણ્યરૂપ જળથી ભરેલા ભવ્ય છવરૂપ ઘડામાં પિતાને પસાર કરીને તેને વટલાવે છે, દુરાચારી-અભવ્ય કરી મૂકે છે ? આવો શોક કરી દેશલ, ગુરુ સિદ્ધસૂરિ પાસે ગયે અને ત્યાં જઈને તીર્થમાં કરવામાં આવેલું પ્લેચ્છ લેકેનું સર્વ કૃત્ય તેણે કહી સંભળાવ્યું. તે સાંભળીને શાસ્ત્રજ્ઞાનના સમુદ્રરૂપ શ્રીસિદ્ધસૂરિએ કહ્યું કે, હે શ્રેષ્ઠી ! તુ ખેદ કર મા. સંસારની સ્થિતિ એવી જ હોય છે, સાંભળ.૩° આ સંસાર અસાર છે. તેમાંની સર્વ વસ્તુ સદાને માટે ક્ષણવિનાશી છે. એવો કોઈ પણ પદાર્થ નથી કે જેને સ્થિરતા પામેલે કેાઈએ જાણે હેય.૧ જેમ નદીના તથા સમુદ્રના તરંગે ચંચળ છે તેમજ પ્રાણી માત્રનું જીવન, યૌવન તથા ધન ચંચળ છે, એટલું જ નહિ પણ જેનાથી સર્વ પુરુષાર્થો સાધી
૧૪૧
For Private and Personal Use Only