________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩
શુદ્ધ મનુષ્યો, સૂર્યના તાપથી તપેલી ધૂળની પેઠે કોઈ સામાન્ય મિત્રની સહાયથી પણ જગતમાં અસહ્ય થઈ પડે છે-અભિમાનથી છકી જાય છે, પણ એ સમરસિંહ, પિતાના પર સુબાની કૃપા હતી છતાં પણ ચંદ્રના કિરણસ્પર્શથી ચંદ્રકાંત મણિ જેમ શીતલ બને છે તેમ, શીતલ રહેતો હતો. ૧૫ જેમ મેઘ, સમુદ્રમાંથી જળ મેળવીને દેશનાં ખેતીવાડી જેવાં કામ કરી આપે છે, તેમ સમરસિંહ પણ સુબાની કૃપા મેળવીને પોતાના દેશના રાજાઓનાં કામ કરી આપતો હતો તે સમરસિંહ મનુષ્યોને આનંદક્ત હતો, સદાચારી હતો અને મહા તેજસ્વી હતો, તેથી સમુદ્ર જેમ ચંદ્રમા વડે શોભે તેમ, એને પિતા દેશલ તેના વડે શોભતો હતો. ૧૭ જેમ કુબેર સમગ્ર એશ્વર્યશાળી હેવાથી સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે તેમ, દેશલ ૫ણ સમગ્ર ઐશ્વર્યશાળી તથા સરળ મનનો હેઈને પાટણમાં સુખેથી કાળ નિર્ગમન કરી રહ્યો હતો.૧૮
શત્રુજ્ય તીર્થને ભંગ. હવે એક દિવસે એવું બન્યું કે, દુષમકાળના પ્રભાવથી અથવા પૃથ્વી પરના સર્વ પદાર્થો અસ્થિર હોવાથી કે કલ્યાણના ક્ષેત્રે સર્વદા વિરથીજ ભરપૂર હોય છે તેથી શ્રી શત્રુંજય તીર્થના નાયક શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને દેવગે સ્વેચ્છા(મુસલમાનો)ના સભ્યોએ નાશ કર્યો. ૧૮-૨૦
કાનમાં શૂળ ભૈયા જેવી આ વાત જ્યારે સાંભળવામાં આવી, ત્યારે સમ્યગદૃષ્ટિ સર્વ મનુષ્યનાં મન એટલાં બધાં પરવશ થઈ ગયાં કે તેઓને પોતાનાં સ્વરૂપનું પણ ભાન રહ્યું નહિ.૨૧ કેટલાકે તો તે દુઃખથી મનમાં દુખી થઈને અનશન કર્યા અને કેટલાક અશ્રુથી ઉભરાઈ જતાં ને
( ૧૪૦ )
For Private and Personal Use Only