________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલપખાન અને સમરસિંહ.
પથી સત્વર નાસી ગયો હતો અને પરદેશમાં ભટકી ભટકીને ૨કની પેઠે મરણ પામ્યા હતા. માળવ દેશનો રાજા પણ જેના ભયથી ઘણ દિવસ સુધી કિલ્લામાં ભરાઈ પિઠે હતા અને કેદીની પડે ત્યાં જ પુરુષાર્થ રહિત મરણ પામ્યો. તેમજ ઇન્દ્ર સરખા પરાક્રમથી પ્રકાશી રહેલા તે રાજાએ કર્ણાટ, પાંડુ, તિલંગ–આદિ ઘણું દેશના રાજાએને વશ કર્યા હતા. વળી તેણે સમિયાનક તથા જાબાલિપુર વગેરે વિષમ સ્થાને પિતાને કબજે કર્યા હતા, જેઓની સંખ્યા કરવી પણ અશક્ય છે. ખર્પરાદિની સેનાની ટોળીઓ પિતાના દેશમાં જે ભમતી હતી, તેઓના સંબંધમાં તેણે એવું કર્યું હતું કે, જેથી ફરી તેઓ કદી દેખાયા જ નહિ.
અલપખાન અને સમરસિંહ.
તે વખતે પાટણમાં સુલતાનને માનીતો અલપખાન નામે સુબો રહેતો હતો, જે નગરનાં સર્વ લેકે નાયક હતા. એ સુબાના શત્રુઓની સ્ત્રીઓ, પિતાના પતિઓ પરલોકમાં ચાલ્યા ગયેલા હોવાથી કદી નિદ્રા લઈ શકતી ન હતી અને નિદ્રાથી વ્યાકુળ એવાં તેણીઓનાં નેત્રમાંથી નિરંતર અશ્રુધારાઓ આવ્યા કરતી હતી.' કેટલીએક રાજરાણુઓ પણ એ સુબાની સ્તુતિપાઠિકાઓ તરીકે તેની પાસે રહેતી હતી અને શબ્દાયમાન કંકણોના ખણખણાટથી તેના ગૌરવને જાણે કહી રહી હોય તેવી જણાતી હતી.૧ર શ્રેણી દેશલનો પુત્ર શ્રીસમરસિંહ આ સુબાની હમેશાં સેવા કરતો હતો. કેમકે સેવા સર્વકાર્યને સિદ્ધ કરી આપનારી છે.૧૩ અલપખાન પણ તેના ગુણથી પ્રસન્ન થઈ પોતાના ભાઈની પેઠે તેના પર પ્રીતિ રાખતા હતો; કેમકે ગુણોજ મનુષ્યોના નૈરવનું કારણ બને છે. કેટલાએક
(૧૩૯)
For Private and Personal Use Only