________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ રૂ.
શકાય છે તે આ શરીર પણ વિજળીના ચમકારા જેવું અસ્થિર છેક્ષણભંગુર છે. સર્વ ભોગ-વૈભવો તથા કઈ પ્રિય સાથેના સમાગમો પણ વાયુએ ઉરાડેલા આકડાના રૂ જેવા અસ્થાયી છે અને નગરે, ખાણ, તળાવો તથા ગામડાં વગેરે જે કંઈ વસ્તુ જોવામાં આવે છે તે સમગ્ર ચંચળ છે. ૩૩ વળી ઓછામાં પૂરું હમણાં આ દુષમાકાળ ચાલી રહ્યો છે, જેના સંબંધમાં તીર્થકરેએ કહ્યું છે કે, બીજા સર્વકાળા કરતાં દુષમકાળમાં અનંતગણું હાનિ જેવામાં આવે છે. ૩૪ માટે હે શ્રેષ્ઠી સત્તમ! સંસારના આ સ્વરૂપને વિચાર કરી તારે શેક કરે નહિ, પણ મનમાં એ વિચાર કરવો કે, ૩૫ આ સમયે જે પુરુષ એ આદિનાથ ભગવાનને ઉદ્ધાર કરાવશે તેજ ખરો ધનવાન હોઈને ધન્યવાદપાત્ર ગણાશે, કેમકે તેથી તીર્થને સમૂળગો નાશ નહિ થાય કે હે ભદ્ર! આ શ્રી શત્રુંજયનું તીર્થ એ પર્વત
જ્યાં સુધી પૃથ્વી પર રહેશે ત્યાં સુધી સદાને માટે અવિનાશી રહેશે. ૩૭ કેમકે તે શ્રેષ્ઠી ! પૂર્વકાળમાં પણ સમુદ્રમાં જેટલા જળબિંદુઓ છે તેટલા આ તીર્થના ઉદ્ધારો થઈ જ ગયા છે.૩૮ તેઓમાંના પાંચ ઉદ્ધારે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા છે (અને તેઓ મારા જાણવામાં છે પણું) બાકીનાનું નામ પણ જાણી શકાતું નથી. પછી દેશલે બે હાથ જોડીને ગુરુને વિનતિ કરી કે, હે પ્રભુ! શ્રી શત્રુંજય તીર્થના ઉદ્ધારેનું તમે અનુક્રમે વર્ણન કરે. કેટલાં વર્ષોની પહેલાં એ મહાતીર્થ પ્રકટ થયું? એને મહિમા કે છે? પૂર્વકાળમાં તેના ઉદ્ધાર કરનારા કેણુ થઈ ગયા છે ?૪-૪૧
શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે. ગુરુ બોલ્યાઃ– “હે શ્રેષ્ઠી ! કેટલીએક ઉત્સપિઓ તથા અવસપિણીઓ ચાલી ગઈ છે; પણ આ તીર્થ તો તે સર્વમાં હતું જ.
( ૧૪ )
For Private and Personal Use Only