________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
મુસાફરી કરતાં તેઓ એક ગામથી બીજે ગામ જતા હતા અને તે તે સ્થળેથી પાંચ સાત પાંચ સાત સાધુઓ તેમને મળે જતા હતા. ૫૫ એ રીતે પુંડરીક, શત્રુંજય પહોંચ્યા તેટલામાં તેમની સાથે પાંચ કરોડ સાધુઓની સંખ્યા એકઠી થઈ ગઈ. અને તે સમગ્ર પરિવારની સાથે ગણધર પુંડરીક, શત્રુઓને પરાજય કરવાની ઉત્કંઠાથી શત્રુંજય પર્વત પર ચઢયા." શમગુણનિષ્ઠ તે પુંડરીક ગણધરે, સર્વ સાધુઓની સાથે ત્યાં અનશનવ્રત લીધું અને એક માસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એક્ષપદ સંપાદન કર્યું.૫૮ આ શત્રુંજય ઉપર ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે પુંડરીક નિર્વાણ પામ્યા હતા, તેથી એનું બીજું નામ “પુંડરીકગિરિ' પણ કહેવાય છે. તે પછી શ્રીનાભિનંદન ભગવાને પુંડરીક ગણધરનું એ સર્વ નિર્વાણવ્રત્તાંત ભરત રાજા આગળ કહી સંભળાવ્યું.° એટલે શરીરે રોમાંચિત થઈને ભારતે પણુ ભગવાનને વિનતિ કરી કે, ખરેખર મને ધન્ય છે. કેમકે મારે પુત્ર શત્રુઓને જિતને સિદ્ધ થયે; હે ભગવાન! એ શત્રુ જય તીર્થ ઉપર જિનમંદિર બંધાવીને હું પણ પુણ્ય સંપાદન કર્યું અને તે તીર્થ પણુ જગતમાં પ્રકટ થાય.૧-૬૨ ભગવાને પણ કહ્યું કે, તે ગ્ય છે. કેઈ સામાન્ય સ્થળે પણ જિનમંદિર બંધાવવામાં પુણ્ય છે, તે પછી આ શત્રુંજય ઉપર બંધાવવાથી કંઇ સામાન્ય પુણ્ય ન થાય-અર્થાત અનંત પુણ્ય પ્રાપ્ત થાય. ૩
ભરત રાજાને પ્રથમ ઉદ્ધાર. તે પછી ભરત ચક્રવર્તીએ, ધર્મચક્રવતી ભગવાન શ્રી આદિનાથ મહારાજની આજ્ઞાથી શત્રુંજય ઉપર નરદમ સોના, રૂપા તથા હીરામાણેકનું એક જિનમંદિર બંધાવ્યું. ૬૪ તેમાં શ્રીનાભિનંદન ભગવાનની રત્નમય પ્રતિમાને મૂળનાયક તરીકે ગભારામાં સ્થાપિત કરી તેમજ પુંડરીક ગણધરની રત્નમય પ્રતિમાની તથા બીજી પણું મણિની,
( ૧૪૪ )
For Private and Personal Use Only