________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
હતા તે કયા મનુષ્યને વિસ્મય પમાડતા ન હતા ? કેમકે તેઓ લોકેાને બંધનથી છોડાવતા હતા.૦૧૪
દેશલના નાનાભાઈનું નામ લાવણ્યસિંહ હતું. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી નામની સ્ત્રી છે તેમ, પ્રાણી માત્રનું હિત કરનારી લક્ષ્મી નામની
સ્ત્રી હતી. ૯૫ એ લાવણ્યસિંહ, દાન વડે યાચકને પાંચ શાખાવાળા કલ્પવૃક્ષ જેવો થઈ પડ્યો હતો અને કામધેનુ, ચિંતામણિ રત્ન તથા પારિજાતક-એ ત્રણેના અધિષ્ઠાયક દેવે કરતા પણ ઉચ્ચ સ્થાને પહોંચ્યો હતો તેના કરતાં પણ અધિક દાતા હતો. ૧૬ જેમ આકાશ, સૂર્ય તથા ચંદ્રરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે તેમ, એની સ્ત્રી લક્ષ્મીએ બે પુત્રને જન્મ આપ્યો હતે. આ બે પુત્રે પણ સમગ્ર જગતને ઉપકાર કરવામાં ધુરંધર હતા. તેમાંના પહેલાનું નામ સામંત હતું, જે શમ, શૌચ, સત્ય, શીલ, સત્ત્વ તથા સંયમશાળી પુરુષોમાં સદા અતિ ઉત્તમ હતો. ૯૧૭–૯૧૮ આના નાના ભાઈનું નામ સાંગણું હતું. તે પણ જગતમાં પ્રખ્યાત અને તેના ગુણે, મનુષ્યોના કાનમાં આવીને લાગલાજ હદયમાં ચેટી જતા હતા અર્થાત તેના ગુણે કર્ણપ્રિય હાઈને હૃદયાકર્ષક પણ હતા. ૯૧૯ લાવણ્યસિંહ સ્વર્ગે ગયો એટલે તેને મોટે ભાઈ દેશલ, જે સર્વદા મટો ભાગ્યશાળી હતો તેણે ઘરનું સમગ્ર એશ્વર્યપાતાને સ્વાધીન કર્યું. અને પાંચ શુભાવહ અણુવ્રતોથી યુક્ત મૂર્તિમાન ગૃહસ્થ ધર્મની પેઠે પાંચ પુત્રોથી યુકત હેઈન રોભવા લાગ્યો. ૯૨૦–૯૨૧ પિતા-દશલે પોતાના મોટા પુત્ર સહજને વિશેષ ગુણવાન જાણી શ્રીમાન દેવગિરિ નગરમાં રહેવા માટે મોકલ્યા. ૯૨૨ અને તેનાથી નાના સાહણને સર્વ કળાઓમાં કુશળ જાણુ સ્તંભતીર્થ નગરમાં રહેવા માટે મોકલ્યો. ૯૨૩ આ રીતે તેણે સર્વ પુત્રને, સારથિ જેમ ઘડાઓને ચાબુક મારીને સન્માગે લઈ જાય તેમ, શિખામણ રૂપી ચાબુકે મારી મારીને સન્માર્ગે જનારા કર્યા. ૨૪
શૌચ
-૧૮ અને તે શા મત તેના
કરતા
( ૧૩૪)
For Private and Personal Use Only