________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. થઈ. ૮૯૮ અને પછી શુદ્ધ બુદ્ધિવાળા તે આશાધરે, સમગ્ર દેશમાંથી સંધ એકઠે કર્યો અને શત્રુંજય મહાતીર્થ આદિ સાત તીર્થ ક્ષેત્રમાં જિન ધર્મની મોટી પ્રભાવના કરવા માંડી તેમજ નિષ્કપટભાવથી યાત્રા કરીને સંધપતિપણું સંપાદન કર્યું. ૮૯૯-૯૦૦ પછી બે વર્ષો વીતી ગયાં એટલે તે અમાપ બુદ્ધિવાળા સંઘપતિએ, સંધના સાત નાયકે સાથે જિનયાત્રા કરી, તેમજ નવી નવી જિનપ્રતિમાઓ સ્થાપીને તથા પુસ્તકે લખાવીને તેણે જિનમંદિરોને અને પિષધશાળાઓને ભરપૂર કર્યા. ૦૨
આશાધરનું સ્વર્ગગમન. એ રીતે જાત જાતનાં ધર્મકૃત્યો હમેશાં કરીને સાધુ આશાધર સુખના સ્થાનરૂપ સ્વર્ગમાં ગયા.૦૩
આશાધરના નાનાભાઇનું નામ દેશલ હતું; તેનો યશ દેશ-વિદેશમાં પ્રસરી રહ્યો હતો અને આશાધરના સ્વર્ગગમન પછી વિષ્ણુના વક્ષસ્થળમાં જેમ કૌસ્તુભ મણિ રહે છે તેમ, એના પર ઘરને સમગ્ર ભાર પ્રાપ્ત થયા.૯૪ દેશલની સ્ત્રીનું નામ “ભેલી હતું. તેનું મન માયા-દંભથી રહિત હતું અને તેણી તે કાળની સતી સ્ત્રીઓમાં શિરામણ હતી.°પ કે, કામરૂપી કેસરીસિંહ અત્યંત બળવાન છે તોપણ તેણીએ શીલરૂપ ખીલા સાથે તેને એવો તો જકડી દીધો હતો, જેથી એના મૂળરૂપ પાંજરામાંથી તે બહાર નીકળી શકતો નહતો.૯૦૬
દેશળને વંશ. એ સ્ત્રીએ ત્રણ પુત્રને જન્મ આપો. જેઓના જન્મ સમયે લેભ, પાપ તથા કલિયુગ-આ ત્રણેને ભયની કંપારી છૂટી ગઈ ૦૭ તેમાં સૌથી મોટાનું નામ સહજ હતું. એ સદા ધર્મકર્મમાંજ
(૧૩ર)
For Private and Personal Use Only