________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શખવાજ કથા.
સ્ત્રીએ એટલામાં તે કુમારના મનને કંઇક આકળ્યું કે તરત જ દેશે જેવાની ઈચ્છાએ પણ કુમારના તરફ કટાક્ષ કર્યો–અર્થાત દેશો જવાની ઇચ્છા તેને ફરી આવી.૬૫ પોતાની તે ઈચછા, અનેરમાને જણાવીને તે રાજકુમાર પોતાના મિત્રોની સાથે ત્યાંથી આગળ ચાલ્યો. કેમકે જાતજાતના અવાંતર પ્રસંગે ચાલુ પ્રસંગને બાધ કરી શકતા નથી. ૪૬૬ પછી તે રાજકુમાર અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રિયભાષી જનસમુદાયથી વ્યાપ્ત એવી મિથિલાનગરીમાં જઈ પહોં; જે નગરી અગ્નિરૂપ મુખવાળા દેવાથી ભય પામી પૃથ્વી પર આવેલા સ્વર્ગ સમાન જણાતી હતી. એ નગરીમાં જેની આજ્ઞાને શત્રરાજાઓ પણ વશ થઈને પાળી રહ્યા હતા તે એક રાજા, સ્વર્ગ જેવી સમૃદ્ધિઓથી સમૃદ્ધિમાન રાજ્યનું પાલન કરતા હતા. ૪૬૮ તે રાજાને સુંદરી' નામની એક પટરાણું હતી, જે પતિવ્રતા હતી અને જેણના શીલના પ્રતાપથી જ ચંદ્રમા કંઈક શ્યામ થઈ ગયો છે. ૪૬૯ તે રાણીના ઉદરરૂપી નાની તળાવડીમાં જેમ એક હંસલી ઉત્પન્ન થાય તેમ, રતિસુંદરી નામની એક પુત્રી જન્મી હતી, જેણની રૂ૫સંપત્તિ જેવાને માટે ઇન્દ્રને એક હજાર નેત્રે કરવાં પડયાં. ૪૭° એ રાજપુત્રી, વિદ્યામાં સરસ્વતી સમાન હતી, રૂપમાં કામદેવની સ્ત્રી સમાન હતી અને સૌભાગ્યમાં લક્ષ્મી સમાન હતી. તેણું અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ; +91 પણ કઈક કારણને લીધે તે રાજપુત્રી પુરુષોને દેષ કરનાર થઈ અને તેજ કારણથી તે પિતાના પાણિગ્રહણના નામને પણ સહન કરી શક્તી નહિ. ૪૭ર તે સમયે રાજા (તેણીના પિતા) આવી ચિંતા કરવા લાગ્યો કે, પિતાને ઘેર રહેલી આ પુત્રી ખરેખર અપકીર્તિને માટેજ થઈ પડશે, કેમકે તે વિવાહને ઇચ્છતી નથી; તે હવે આ સંસારમાં મારે શું કરવું, કેને આશ્રય કરવો ? અથવા હું કયાં જાઉં? આવા પ્રકારની ચિંતારૂપી
( ૮૭).
For Private and Personal Use Only